લાહોરઃ વર્લ્ડકપ 2019 બાદ મોટા ભાગના સીનિયર ક્રિકેટરો સન્યાસ લઇ ચૂક્યા છે, જ્યારે હવે કેટલાક લેવાની તૈયારીઓમાં છે. હવે આ બધાની વચ્ચે પાકિસ્તાનની સીનિયર અને અનુભવી ક્રિકેટર મોહમ્મદ હફીઝને લઇને ખાસ સમાચાર સામે આવ્યા છે. મોહમ્મદ હફીઝ ફેન્સના રિટાયરમેન્ટ લેવાના સવાલ પર ભડક્યો હતો અને પછી પોતાની કેરિયરની વાત કરતા સવાલ ટાળી દીધો હતો. આ વાત હાલ ચર્ચાનો વિષય બની છે.


ખરેખર, ક્રિકેટર મોહમ્મદ હફીઝને ટ્વીટર પર એક ફેન્સ સવાલ પુછ્યો કે, 'રિટાયરમેન્ટ લેવાનો કોઇ પ્લાન?', બસ ફેન્સના આ સવાલથી હફીઝ લાલપીળો થઇ ગયો અને તરતજ જવાબ આપ્યો.



ભડકેલા હફીઝે ફેન્સે જવાબ આપતા લખ્યું કે, આ મારી કેરિયર છે, અને મને આના પર નિર્ણય લેવાનો પુરેપુરો અધિકાર છે, કેમકે મારી ડિક્શનેરીમાં હાર માનવા વાળો શબ્દો છે જ નહીં, મારી કેરિયર છે મારી મરજી.'



ઉલ્લેખનીય છે કે, સીનિયર પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હફીઝે 98/99માં ડેબ્યૂ કર્યુ હતુ. 38 વર્ષીય ક્રિકેટર મોહમ્મદ હફીઝને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષથી વધારે સમય થઇ ગયો છે. વર્લ્ડકપમાં મોહમ્મદ હફીઝે ઠીકઠાક પ્રદર્શન કરતાં પાકિસ્તાન તરફથી 31.62ની એવરેજ સાથે 253 રન બનાવ્યા હતા, આ બાદ તેની રિટાયરમેન્ટની અટકળો તેજ થઇ ગઇ હતી.