નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે 2000થી વધારે અરજી આવી છે.



બેંગ્લોર મિરરના રિપોર્ટ પ્રમાણે અરજીકર્તામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ટોમ મૂડી, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ માઇક હેસને પણ અરજી કરી છે. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકટરો રોબિન સિંહ અને લાલચંદ રાજપૂતે પણ ભારતના મુખ્ય કોચ બનવા અરજી કરી છે.



ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા મહેલા જયવર્ધનેએ પણ રસ દાખવ્યો હતો પરંતુ તેણે અરજી કરી નથી. મિરરના અહેવાલ પ્રમાણે ઘણા આંતરરાષ્ટ્રીય અરજીકર્તાએ એજન્ટ્સ દ્વારા અરજી કરી હતી અને તેમના નામ પર વિચારણા કરવા બીસીસીઆઈ વધારે સમય લઈ શકે છે.



સાઉથ આફ્રિકાના પૂર્વ કોચ જ્હોટી રોડ્સે ફિલ્ડિંગ કોચ માટે અરજી કરી હોવાનું કન્ફર્મ થયું છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ પૂરો થતો હતો પરંતુ હવે તેમનો કરાર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં હવે 5 દિવસ નહીં પણ બે અઠવાડિયાં લગી પડશે ભારે વરસાદ, જાણો નવી આગાહી અને શું છે કારણ ?

વરસાદના કારણે ગુજરાતના કયા મંત્રીને ગાંધીનગરથી કેવડિયા પહોંચતા 10 કલાક લાગ્યા ? જાણો વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત