Khelo India Youth Game: મધ્યપ્રદેશની રમત ગમત મંત્રી યશોધરા રાજે સિંધિયા (Yashodhara Raje Scindia)એ પ્રજાસત્તાક દિવસે ઝંડો ફરકાવ્યો. શહેરના પોલો ગ્રાઉન્ડ પર આયોજિત આ કાર્યક્રમમાં સિંધિયાએ મુખ્યમંત્રીનો સંદેશ વાંચ્યો. સિંધિયાએ શાંતિ અને ખુશહાલીના પ્રતિક લીલા, સફેર અને કેસરિયા રંગના ફૂગ્ગા આકાશમાં છોડ્યા. રંગારંગ કાર્યક્રમ દરમિયાન ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ (Khelo India Youth Games)ની થીમ પર મંત્રી પણ પોતાને ના રોકી શક્યા, તેમને બાળકો અને યુવાઓ સાથે જબરદસ્ત ડાન્સ કર્યો. આનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
શિવપુરીમાં ગુરુવારે પોલો ગ્રાઉન્ડ પર સંયુક્ત પરેડનું આયોજન થયુ. આ દરમિયાન રંગારંગ કાર્યક્રમ પણ થયો. સ્કૂલના બાળકોના ગૃપે નૃત્યનું આયોજન કર્યુ. કાર્યક્રમમાં 31 જાન્યુઆરીથી શરૂ થનારા ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનો પણ પ્રચાર કર્યો. આની થીમ પર તમામ લોકો ઝૂમવા લાગ્યા. વળી, હાલના રમત ગતમ મંત્રી પણ આના પર ડાન્સ કરવા લાગ્યા હતા. આનો વીડિયો સોશ્યલ મીડિયા પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે.
8 શહેરોમાં થશે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ -
30 જાન્યુઆરીએ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં આનો શુંભારંગ થશે, આ પછી 31 જાન્યુઆરીથી રમત ગતિવિધિઓ શરૂ થઇ જશે. આ કાર્યક્રમ ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર, બાલાઘાટ, મહેશ્વર, મંડલામાં થશે. આ શહેરોમાં કુલ 27 રમતો રમાશે. મધ્યપ્રદેશ તરફથી 470 ખેલાડીઓ ઉતરશે.