300 ટી20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો આ દિગ્ગજ ક્રિકેટર
નવી દિલ્હીઃ હેમિલ્ટન ટી20માં મમેદાન પર રમવા ઉતરેલ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર એમ એસ ધોનીએ પોતાના નામે વધું એક ઉપલબ્ધિ નોંધાવી છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરીઝના ત્રીજા અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ધોની ટી20 ફોર્મેટમાં 300 મેચ રમનરા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ 446 મેચોની સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમાંક પર છે. પોલાર્ડએ આ સ્થાન પર આવવા 8753 રન બનાવ્યા છે. તેમાં એક સેન્ચુરી અને 43 હાફ સેન્ચુરી છે.
ધોની 12માં એવા ખેલાડી બની ગયા છે જેમણે 300થી વધારે ટી-20 મેચ રમી છે. ધોનીએ તેની ટી-20 કારકિર્દી દરમિયાન 6136 રન બનાવ્યા છે. તેમની બેટીંગ સરેરાશ 38.35ની રહી છે. તેમાં 24 હાફ સેન્ચુરી નોંધાયેલ છે.રોહિત 298 મેચોની સાથે ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં બીજા નંબરે આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -