ધોનીની નિવૃત્તિને લઈને BCCIનો સૌથી મોટો નિર્ણય, વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી નામ હટાવ્યું
abpasmita.in | 16 Jan 2020 02:21 PM (IST)
મળતી માહિતી મુજબ વર્ષ 2019-2020 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એમ માત્ર ત્રણ ખેલાડીઓને જ A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
મુંબઈઃ ધોનીની વાપસીની વચ્ચે બીસીસીઆઈએ સૌથી મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ વર્ષ 2019-20 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સૌથી મહત્ત્વનું એ છે કે ધોનીને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટૂંકમાં હવે ધોનીની વાપસીને લઈને આશા ધૂંધળી જોવા મળી રહી છે. એટલે કે ધોની ટૂંક સમયમાં જ નિવૃત્તીની જાહેરાત કરે તેવી અટકળો ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2019-2020 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ એમ માત્ર ત્રણ ખેલાડીઓને જ A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈનો આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી લાગુ પડશે. છેલ્લા ઘણાં સમયથી ધોનીની નિવૃત્તિને લઈને ચર્ચાઓ ચાલી રહી હચી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં હાર બાદથી ધોનીએ ક્રિકેટથી અંતર રાખ્યું છે. આમ હવે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન ન મળતા એટલું નક્કી છે કે ધોની ટૂંક સમયમાં જ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.