'વિરાટ કોહલી છે દુનિયાનો સૌથી ઘમંડી ખેલાડી', -નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન
થોડા દિવસો પહેલા એક પ્રમોશનલ ઈવેન્ટમાં એક ફેને કહ્યું હતું કે, તે ભારતીય ખેલાડીઓ કરતાં વધારે ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પસંદ કરે છે. જે બાદ કોહલીએ તે ફેનને ભારત છોડવા કહ્યું હતું. જેને લઈ તે ટ્રોલ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહની કોમેન્ટ બાદ લોકો સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો નસીરુદ્દીન શાહની આ કમેન્ટની ભડક્યા છે. કેટલાક લોકોએ કોહલીનો બચાવ કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાને હરાવવા આ પ્રકારનો સ્વભાવ જરૂરી છે. ઘણા લોકોએ શાહની ફેસબુક વોલ પર અભદ્ર શબ્દો પણ લખ્યા છે.
એક્ટર નસીરુદ્દીન શાહે પોતાની ફેસબુક પૉસ્ટમાં વિરાટ કોહલી પર એક કૉમેન્ટ કરી છે. લખ્યુ કે, વિરાટ કોહલી માત્ર દુનિયાનો સારો બેટ્સમેન જ નથી પણ એક સૌથી ખરાબ વ્યવહાર કરનારો ખેલાડી પણ છે. તેની ક્રિકેટની ક્ષમતા તેની ઉદ્ધતાઇ અને ખરાબ વ્યવહાર આગળ ઝાંખી પડી જાય છે. મારો ઈરાદો દેશ છોડવાનો નથી.
મુંબઇઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની રમતની સાથે સાથે પોતાના બિહેવિયરને લઇને પણ ચર્ચામાં રહે છે. હવે એક્ટર નસીરુદ્દીન શાહે વિરાટ કોહલી પર એક વિવાદાસ્પદ અને ખરાબ ટિપ્પણી કરી છે. નસીરુદ્દીન શાહે તેને ઘમંડી ગણાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -