રોહિતને ક્રિઝ પર આવતાની સાથેજ પેવેલિયન ભેગો કરવાની ઓસ્ટ્રેલિયાએ ઘડી આ ખાસ રણનીતિ, જાણો વિગતે
મને યાદ છે કે, ગઇ વખતે ડોર્ફ (જેસન બેહરનડોર્ફ)એ તેને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. અમે ફરીથી આમ કરવાની કોશિશ કરીશુ. રોહિતનો ઓસ્ટ્રેલિયામાં પ્રભાવશાળી રેકોર્ડ છે. છેલ્લા 8 વર્ષોમાં તેને ઓસ્ટ્રેલિયામાં 62.31 ની એવરેજથી 810 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ આગામી 21 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટીમ ઇન્ડિયાની ટક્કર થવાની છે. આ પહેલા ભારતના હિટમેન ગણાતા રોહિત શર્મા ઓસ્ટ્રેલિયન બૉલરો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઓસ્ટ્રેલિયન બૉલરોને લાગે છે કે રોહિત શર્મા ગમે તે સમયે અને ગમે ત્યાં ફટકારવા માટે સક્ષમ છે.
કૂલ્ટર નાઇલે કહ્યું કે, રોહિત શર્મા જબરદસ્ત ખેલાડી છે, અને તેનો રેકોર્ડ આ વાતની સાક્ષી આપે છે, દુનિયા તેના રેકોર્ડને જોઇ રહી છે. બધાની નજર હવે તેના પર ટકેલી છે. પણ અમને પણ તેની સામે નવા બૉલથી શરૂઆતમાં સફળતા મળી છે.
રોહિતના ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયાના બૉલરોએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર નાથન કૂલ્ટર નાઇલે પોતાના પ્લાનને બતાવતા કહ્યું કે, અમે રોહિત શર્મા સામે ઇનસ્વિંગ અથવા તો શોર્ટ પિચ બૉલ ફેંકીશું.