Lausanne Diamond League:નીરજ ચોપરા લુસાને  ડાયમંડ લીગ 2022 જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. નીરજ ચોપરાએ 89.08 મીટરના પ્રથમ થ્રો સાથે લુસાન ડાયમંડ લીગ જીતી હતી.


 ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નીરજ ચોપરા લુસાને ડાયમંડ લીગ 2022 જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. નીરજ ચોપરાએ 89.08 મીટરના પ્રથમ થ્રો સાથે લુસાન ડાયમંડ લીગ જીતી હતી.


 ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતતી વખતે તેને પીઠમાં ઈજા થઈ ત્યારે દેશને આંચકો લાગ્યો હતો. જેના કારણે ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી ગયા હતા. ચોપરાએ એક મહિના માટે આરામ કર્યો પરંતુ તેની રમતમાં એવું લાગી રહ્યું હતું કે તેને કોઈ ઈજા થઈ નથી. તેણે સ્પર્ધામાં તેની જૂની શૈલી ચાલુ રાખી અને ઐતિહાસિક જીત મળવી છે.