નવી દિલ્હીઃ આઇપીએલની (IPL 2021) 14મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. ત્રણ મેચો રમાઇ ચૂકી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી મેચ ગઇ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઇ. આ મેચમાં કોલકત્તાનો બેટ્સમેન નીતિશ રાણા (Nitish Rana) કેર બનીને તૂટી પડ્યો નીતિશ રાણાએ સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલરોને જબરદસ્ત ધૂલાઇ કરતા 56 બૉલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી નાંખી, આમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. 


નીતિશ રાણાએ (Nitish Rana) પોતાની આંગળી પર વીંટી બતાવી... 
નીતિશ રાણાએ (Nitish Rana) પોતાના 50 રન 37 બૉલમાં પુરા કર્યા હતા, તાબડતોડ ફિફ્ટી બાદ નીતિશ રાણાએ ખાસ અંદાજમાં આની ઉજવણી કરી, ફિફ્ટી બાદ નીતિશ રાણાએ પોતાની આંગળી પર પહેરેલી વીંટી બતાવી હતી. એવુ લાગ્યુ કે નીતિશ રાણાએ આ ઇનિંગ પોતાની પત્ની સાંચી મારવાહને સમર્પિત કરી. આ મેચમાં કોલકત્તાનો બેટ્સમેન નીતિશ રાણા (Nitish Rana) કેર બનીને તૂટી પડ્યો નીતિશ રાણાએ સનરાઇઝર્સ હૈદરાબાદના બૉલરોને જબરદસ્ત ધૂલાઇ કરતા 56 બૉલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી નાંખી, આમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.



નીતિશ રાણાની તોફાની બેટિંગ...
કેકેઆર (KKR) તરફથી ઓપનિંગમા નીતિશ રાણા (Nitish Rana) શાનદાર બેટિંગ કરી. ઉલ્લેખનીય છે કે નીતિશ રાણા (Nitish Rana) આઇપીએલના શરૂ થયા પહેલા કોરોના વાયરસ (Corona Virus)નો શિકાર થઇ ગયો હતો, પરંતુ તેને બિમારીથી પીછો છોડાવીને કેકેઆર માટે શાનદાર વાપસી કરી છે. નીતિશ રાણા (Nitish Rana)ની આ આઇપીએલ (IPL)માં કુલ 12મી ફિફ્ટી હતી, નીતિશ રાણાની ઇનિંગના દમ પર કેકેઆરે 187 રન બનાવ્યા હતા.  



વિજય હજારેમાં કર્યુ હતુ શાનદાર પ્રદર્શન....
નીતિશ રાણા (Nitish Rana)નુ આ વર્ષ વિજય હજારે ટ્રૉફીમાં (Vijay Hazare Trophy) શાનદાર પ્રદર્શન રહ્યું હતુ. તેને આ ટૂર્નામેન્ટમાં કુલ 7 મેચ રમી હતી, જેમાં તેને બે ફિફ્ટી અને એક સદી ફટકારી હતી. નીતિશ રાણાએ પોડુંચેરી વિરુદ્ધ દિલ્હી માટે રમતા 137 રનોની તગડી ઇનિંગ રમી હતી.