મુંબઈ: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સ્થાપક અને બંગબંધૂના નામથી મશહૂર શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મનાવવા જઈ રહ્યું છે અને આ તકે તે માર્ચમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે બે ટી20 મેચનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ICCએ આ મેચને સત્તાવાર દરજ્જો આપ્યો છે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને જોતા તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ મેચમાં કોઈ પણ પાકિસ્તાની ખેલાડી નહી હોય.


BCCIના સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જે જણાવ્યું કે, આવી સ્થિતિ જ્યાં એશિયન ઈલેવનમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ રમે છે તેવી સ્થિતી અહીં ઉત્પન્ન નહી થાય કારણ કે તેના માટે કોઈ પણ પાકિસ્તાની ખેલાડીને આમંત્રિત નહી કરવામાં આવે. અમે તે વાત જાણીએ છીએ કે, એશિયા ઈલેવનમાં પાકિસ્તાનનો કોઈ પણ ખેલાડી નહી હોય. તેથી બંન્ને દેશોના ખેલાડીઓને એક સાથે આવવા કે એકબીજાની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નથી. સૌરવ ગાંગુલીએ તે પાંચ ખેલાડીઓનો નિર્ણય કરશે જે એશિયા ઈલેવનનો ભાગ હશે.