ઓલિમ્પિક શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે.  ત્યારે 2032ની ઓલિમ્પિક રમતો ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રમાશે તેવી જાહેરાત આજે કરવામાં આવી છે. બ્રિસબેનને યજમાની મળશે તેવુ પહેલેથી જ મનાતુ હતુ પણ આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.આ પહેલા ઓસ્ટ્રેલિયા 1956માં મેલબોર્ન અને 2000માં સિડનીમાં ઓલિમ્પિકનુ આયોજન કરી ચુકયુ છે.


ઓલિમ્પિક માટે શહેરોની પસંદગી બહુ પહેલાથી થઈ જતી હોય છે. જેમ કે 2024ની ઓલિમ્પિક પેરિસ અને 2028ની ઓલિમ્પિક લોસ એન્જેલિસમાં રમાવાની છે. હવે ઓલિમ્પિક કમિટી દ્વારા યજમાની માટે નવી બિડિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે.


જેમાં પહેલુ વિજેતા ઓસ્ટ્રેલિયા બન્યુ છે. આ સિસ્ટમમાં ઓલિમ્પિક કમિટી કેટલાક મજબૂત દેશોને યજમાની માટે પસંદ કરે છે અને એ પછી વોટિંગ થકી યજમાન દેશની પસંદગી કરાય છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યુ હતુ કે, અમારી સરકારને ગર્વ છે કે, બ્રિસબેન અને ક્વીન્સલેન્ડમાં અમને આ રમતની યજમાની કરવાનો મોકો મળ્યો છે. અમે શાનદાર રીતે આયોજન કરીશું. અમારી પાસે તેનો અનુભવ પણ છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.