India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં પાંચ મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે.


ટોક્યો ઓલિમ્પિકમાં આવતીકાલ એટલે કે છ ઓગસ્ટ પણ ભારત માટે ખાસ રહેવાનો છે. ભારતને મહિલા હોકી ટીમ પાસે બ્રોન્ઝ મેડલની આશા છે. આવતીકાલે ભારતના ખેલાડીઓ ચાર અલગ અલગ સ્પોર્ટ્સની સાત ઇવેન્ટમાં ભાગ લેશે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની આશા છે.


એથ્લેટિક્સ


ગુરુપ્રીત સિંહ- 50 કિમી વોક, બપોરે બે વાગ્યે


પ્રિયંકા ગોસ્વામી અને ભાવના જાટ- 20 કિલોમીટર વોક, બપોરે એક વાગ્યે


4x400 મીટર રિલે-મોહમ્મદ અનસ યાહિયા, નોઆહ નિર્મલ ટોમ, અમોજ જૈકબસ, અરોકિયા રાજીવ અને નાગનાથન પંડી, ક્વોલિફાઇ રાઉન્ડમાં રમશે. સાંજે 5 વાગ્યાને સાત મિનિટે


 


ગોલ્ફ


અદિતિ અશોક અને દીક્ષા ડાંગર- મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3માં બપોરે ચાર વાગ્યે


 


હોકી


મહિલા હોકી ટીમ ગ્રે બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટે સવારે સાત વાગ્યે ટકરાશે.


 


રેસલિંગ


સીમા બિસ્લા- મહિલા 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ, 8.07 AM


બજરંગ પુનિયા-પુરુષ 65કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ , 8.49 AM


 


રવિ દહિયાએ જીત્યો સિલ્વર મેડલ


 


ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે. અમેરિકા 29 ગોલ્ડ, 35 સિલ્વર અને 27 બ્રોન્ઝ એમ 91  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 34 ગોલ્ડ, 24 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 74 મેડલ સાથે બીજા ક્રમે છે.   જાપાન 22 ગોલ્ડ, 10 સિલ્વર અને 14 બ્રોન્ઝ એમ મળી કુલ 46 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી બીજો સિલ્વર મેડલ ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ જીત્યો હતો. તેનો  57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે.