આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ (Lionel Messi)સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડી દીધી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા મેસ્સી રડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે ક્યારેય વિચાર કર્યો ન હતો કે આવો પણ દિવસ આવશે, મેં ક્લબ છોડવા વિશે વિચાર પણ કર્યો ન હતો. મેસ્સી છેલ્લા 21 વર્ષથી બાર્સેલોના સાથે જોડાયેલો હતો.
પૂરી દુનિયાએ આ સ્ટાર ફુટબોલરને આજે રડતા જોયો હતો. પોતાની વિદાય સમયે નિવેદન આપતા લિયોનેલ મેસી ભાવુક થઈ ગયો અને તેની આંખમાંથી આંસુ નિકળવા લાગ્યા હતા.
બાર્સિલોનાના ખેલાડી તરીકે પોતાની અંતિમ પત્રકાર પરિષદમાં લિયોનેલ મેસી ખૂબ જ મુશ્કેલીથી બોલી રહ્યો હતો અને તેની આંખમાંથી સતત આંસુ નિકળી રહ્યા હતા. મેસીએ પોતાના નિવેદનમાં કહ્યું 21 વર્ષ હાજ તે પોતાના ત્રણ કૈટલન અર્જેંટીની બાળકો સાથે પરત જઈ રહ્યો છે.
મેસ્સીએ કહ્યું કે આ મારા માટે મુશ્કેલ છે અને હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે હું ઘરે જઈશ તો વધારે ખરાબ લાગશે. હું પોતાના ત્રણ બાળકો સાથે 21 વર્ષથી આ શહેરમાં રહેતો હતો અને અહીંના લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે.
મેસ્સી 13 વર્ષની ઉંમરથી બાર્સેલોના સાથે જોડાયો હતો. તેણે સીનિયર ક્લબ તરફથી 2004માં રમવાનું શરુ કર્યું હતું. મેસ્સી બાર્સેલોના સાથે 35 ટાઇટલ જીત્યો છે. ક્લબ તરફથી 778 મેચમાં રેકોર્ડ 672 ગોલ કર્યા છે. મેસ્સીએ અંતિમ વખત 2017માં બાર્સેલોનો સાથે 555 મિલિયન યૂરો (લગભગ 4910 કરોડ રૂપિયા)નો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો. મેસ્સીને એક સિઝનમાં 138 મિલિયન યૂરો (લગભગ 1220 કરોડ રૂપિયા) મળતા હતા.
ગત વર્ષે સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલર
ફોર્બ્સ 2020ની લિસ્ટમા મેસી 126 મિલિયન ડોલરની કમાણી સાથે ટોપ પર હતો. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર સહિત સ્ટાર ફુટબોલરોને પાછળ છોડતા સતત બીજા વર્ષે આ સ્થાન પાક્કુ કર્યું હતું. બાર્સિલોના ક્લબના કેપ્ટન લિયોનેલ મેસીએ 92 મિલિયન ડોલરની કમાણી પગારથી, જ્યારે 34 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટથી મળ્યા હતા. તે 2019મા પણ સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર રહ્યો હતો.