Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો.
આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અગાઉ 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા હતા. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે. આ મેચની સાથે જ ભારત માટે હવે ગૉલ્ડ મેડલની આશા બંધાઇ છે. નિરજ માટે ભાલા ફેંક ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચવાનો બેસ્ટ મોકો પણ છે.
નીરજ પૂલ એમાં હતો. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. એ સાથે જ તેણે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે. ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા અને કોરોનાના લીધે પ્રભાવિત થઈ હતી, પરંતુ તેણે તેમના પ્રશંસકોને નિરાશ ન કર્યા અને ઓલિમ્પિકના પહેલા જ થ્રોમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા ભારતીય થ્રોઅર શિવપાલ સિંહ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમણે ત્રીજા પ્રયાસમાં 74.81 મીટરનો થ્રો કર્યો. એ પહેલા તેણે બીજા પ્રયાસમાં 74.80 મીટર અને પહેલા પ્રયાસમાં 76.80 મીટરનો થ્રો કર્યો હતો.
પૂર્વ જૂનિયર ચેમ્પિયન નિરજ ચોપડા ગૃપ એમાં 16 ખેલાડીઓમાં ટૉપ પર છે. તેનુ પર્સનલ અને સત્રનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.07 મીટર છે, જે તેને માર્ચ 2021માં પટિયાલામાં ઇન્ડિયન ગ્રાં પ્રી 3માં બનાવ્યુ હતુ. 23 વર્ષીય ભારતીય એથ્લેટે પોતાના પહેલા પ્રયાસ બાદ બાકીના બે પ્રયાસ ન હતા કર્યા. તે એરિનામાંથી બહાર નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જેવલીન થ્રૉમાં એથ્લેટને કુલ ત્રણ પ્રયાસ મળે છે, જેમાં તેના સર્વશ્રેષ્ઠ વૈધ પ્રયાસને ગણવામાં આવે છે. પુરુષોની જેવલિન થ્રૉ ફાઇનલ 7 ઓગસ્ટે ભારતીય સમાયનુસાર સાંજે 4:30 વાગે રમાશે.
ખાસ વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ નિરજ ચોપડા પણ લાંબા વાળ રાખવાનો શોખીન છે.