Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 11મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખાસ છે. ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યો છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે.  આ સાથે આજે ડિસ્ક્સ થ્રોમાં કમલપ્રીત કૌર ભારત તરફથી ઉતરી હતી. જોકે, ડિસ્ક્સ થ્રોમાં ભારતને નિરાશા મળી છે. કલપ્રીત કૌરની હાર થઈ હતી. કમલપ્રીત કૌરનો છઠ્ઠો ક્રમ આવ્યો છે. કમલપ્રીત કૌરે 63. 70 મિટર ડિસ્ક ફેંકી હતી.  સૌથી પહેલા ક્રમે વેલારિયો ઓલમેન 68.98, જર્મનીની ઉડેન્ઝ 66.86, ક્યૂબાની વાય પેરેઝ 65.72 ડિસ્ક ફેંકી હતી. 



નોંધનીય છે કે, કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. ફાઇનલ આજે યોજાઇ હતી.


ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે જ મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 61માં ક્રમે છે. ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. આ પછી સિંધુ રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમી હતી અને જીતને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિવાય મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.


ટોક્યો ઓલિમ્પિકનો આજે 11મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ સારો રહ્યો છે. મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું  ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 62માં ક્રમે છે. અમેરિકા 21 ગોલ્ડ, 25 સિલ્વર અને 16  બ્રોન્ઝ એમ 62  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 28 ગોલ્ડ, 16 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 60 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 6 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ મળી કુલ 33 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.


ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 25મા નંબરે રહ્યા છે. ઓલિમ્પિકના 2 દસકાથી પણ વધુ સમય પછી એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારે ક્રોસ કંટ્રી રાઉન્ડ પછી 11-20 પેનલ્ટી પ્વોઇંટ સાથે 22માં નંબર પર રહ્યા હતા.