નવી દિલ્હીઃ ભારતમાં આગામી વર્ષે રમાનારી અંડર-17 મહિલા વર્લ્ડકપને રદ્દ કરી દીધી છે. ફીફાએ કૉવિડ 19ના કારણે બની રહેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્લ્ડકપના આયોજનને એક વર્ષ માટે સ્થગિત કરવાનો ફેંસલો લીધો છે. આ બીજીવાર બન્યુ છે જ્યારે અંડર-17 મહિલા ટૂર્નામેન્ટનુ આયોજન રદ્દ થયુ છે. ફીફાએ જાણકારી આપી છે કે હવે અંડર-17 મહિલા વર્લ્ડકપનુ આયોજન વર્ષ 2022માં ભારતમાં જ કરવામાં આવશે.


નક્કી કાર્યક્રમ અનુસાર અંડર-17 મહિલા વર્લ્ડકપનુ આયોજન પહેલા 2 થી 21 નવેમ્બરની વચ્ચે થવાનુ હતુ, પરંતુ કૉવિડ મહામારીના કારણે અંડર-17 મહિલા વર્લ્ડકપને 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે, અને આયોજન માટે 17 ફેબ્રુઆરી અને 7 માર્ચની વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

કૉવિડ-19ના કારણે ભારતમાં સતત ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. આ વાત પર ફીફાએ ધ્યાન કેન્દ્રીત કરીને પરિસ્થિતિ પર વિચાર કર્યો, બાદમાં ફીફાએ મંગળવારે વર્લ્ડકપને ટાળવાનો ફેંસલો કર્યો હતો.