શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદની પારુલ FCએ ડિસિલ્વા બોયઝને 1-0થી આપી હાર, રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ 2020 નેશનલ ફાઈનલ્સ માટે થઈ ક્વોલિફાઈ
રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ બ્રાઝિલિયન સ્ટાર સિગ્નેચર ફાઈવ- અ- સાઈડ સ્પર્ધા છે, જેમાં દુનિયાભરના બધા ખૂણાના 16થી 25 વય વર્ષના ખેલાડીઓ તેમના જોશ ફૂટબોલની ઉજવણી કરવા માટે એકત્ર આવે છે.
અમદાવાદઃ વૈશ્વિક સ્થાપિત ફાઈવ- ઓન- ફાઈવ ફૂટબોલ સ્પર્ધા રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવનો અમદાવાદ સિટી ક્વોલિફાયર્સનો શુભારંભ થયો છે. સિટી ક્વોલિફાયરમાં 68 ટીમો તેમનો શ્રેષ્ઠતમ દેખાવ કરવા માટે મેદાનમાં ઊતરેલી જોવા મળી હતી. ફાઈનલ મેચમાં પારુલ એફસીએ ગળાકાપ હરીફાઈ ડિસિલ્વા બોયઝને આપી હતી અને 1-0થી ગેમ જીતીને એપ્રિલ 2020માં નેશનલ ફાઈનલ્સમાં સ્થાન મેળવ્યું છે અને અમદાવાદનું પ્રતિનિધિત્વ કરશે.
દેશભરમાં 18 શહેરોમાં યોજાશે
રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ 2020 સિટી ક્વોલિફાયર્સ 15મી ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જે મુંબઈ, પુણે, અમદાવાદ, ગોવા, ઈન્દોર, દિલ્હી, જયપુર, ચંડીગઢ, લખનૌ, ગૌહાટી, કોલકતા, ઐઝવાલ, શિલોંગ, ભુવનેશ્વર, બેન્ગલોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોચી સહિત દેશભરમાં 18 શહેરોમાં 8મી માર્ચ સુધી ચાલશે. આ વર્ષે સિટી ક્વોલિફાયર્સની યાદીમાં ઈન્દોર અને લખનૌ એમ બે નવાં શહેરો ઉમેરાયાં છે. વિજેતા ટીમો પછી જુલાઈમાં બ્રાઝિલ ખાતે રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ 2020 વર્લ્ડ ફાઈનલ્સમાં ભાગ લેવાની તક માટે એપ્રિલ 2020માં રેડબુલ જુનિયર્સ ફાઈવ નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે. સ્થળ અને સહભાગીઓની દ્રષ્ટિથી દેશમાં આ સૌથી મોટી પાંચ- પાંચ ખેલાડીઓ સાથેની ફૂટબોલ સ્પર્ધા છે.
શું છે આ સ્પર્ધા
રેડબુલ નેમાર જુનિયર્સ ફાઈવ બ્રાઝિલિયન સ્ટાર સિગ્નેચર ફાઈવ- અ- સાઈડ સ્પર્ધા છે, જેમાં દુનિયાભરના બધા ખૂણાના 16થી 25 વય વર્ષના ખેલાડીઓ તેમના જોશ ફૂટબોલની ઉજવણી કરવા માટે એકત્ર આવે છે. આ ઝડપી, ટેકનિકલ અને મોજીલી સ્પર્ધા છે, જેમાં ગોલકીપર સાથે પાંચ- પાંચ ખેલાડીઓ ધરાવતી બેટીમોને તેમની શક્તિ બતાવવા માટે અને નેમાર જુનિયરને આકર્ષિત કરવાની તકજીતવા માટે 10 મિનિટ મળે છે. આરોમાંચક સ્પર્ધામાં વળાંક એઠેકેટીમ દ્વારા કરાતા દરેક ગોલ માટે વિરોધી ટીમના સભ્યને મેદાન છોડી જવાનું રહે છે. ટીમમાં મહત્તમ ખેલાડીઓ રહે તે જીતે છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે કેટલા પ્રકારના પાસ આપવામાં આવ્યા ? જાણો વિગત
મોદી સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બનાવી સ્વૈચ્છિક
1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત
INDvNZ: ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion