નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા કુશ્તીબાજ સાક્ષી મલિકે સરકારથી નારાજ થઇ ગઇ છે, અને તેને પીએમ મોદીને સીધો સવાલ પુછી લીધો છે. કુશ્તીબાજ સાક્ષી મલિકે અર્જૂન એવોર્ડ પુરસ્કારોની યાદીમાંથી તેનુ નામ હટાવી લેવા પર શુક્રવારે તેને રમતગમત મંત્રાલયને આડેહાથે લીધુ. રમત મંત્રાલયે સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનૂને અર્જૂન એવોર્ડ ના આપવાનો ફેંસલો કર્યો હતો.

મીરાબાઇ ચાનૂ અને સાક્ષી મલિકને પહેલા જ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર ખેલ રત્ન મળી ચૂક્યો હતો, સાક્ષી મલિકને વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ જીતવા અને મીરાબાઇને 2018માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરવા માટે ખેલ રત્ન આપવામાં આવ્યો હતો.



સાક્ષીએ પોતાને અર્જૂન એવોર્ડ ના મળવા પર પીએમ મોદીને વેધક સવાલો કર્યા છે.સાક્ષી મલિકે કહ્યું કે, હુ આનથી નિરાશ છું, અને સરકાર તેની ઉપલબ્ધિઓને નજર અંદાજ કરી રહી છે. કુશ્તીબાજ સાક્ષીએ કહ્યું કે હું ઇચ્છુ છું કે લોકો મને અર્જૂન એવોર્ડી સાક્ષી મલિક તરીકે બોલાવે. આ પ્રકારની ચીજો માટે એથલીટ બધુ કરે છે, તે દરેક એવોર્ડને જીતવા ઇચ્છે છે જેથી તે આનાથી પ્રેરિત થઇ શકે.



કુશ્તીબાજ સાક્ષી મલિકે કહ્યુ કે, મને નથી ખબર કે અર્જૂન એવોર્ડ જીતવા માટે મારે શું કરવુ પડશે. વર્ષ 2016માં ખેલ રત્ન મળવાથી હુ ખુબ ખુશ છુ, અને આનુ સન્માન પણ કરુ છુ. પરંતુ હું હંમેશા એવોર્ડ ઇચ્છતી હતી, અને આ મારુ સપનુ હતુ.