નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો નવો અવતાર થવા જઇ રહ્યો છે. સાનિયા મિર્ઝા બહુ જલ્દી ડિજીટલ પ્લેટફોર્મ પર દેખાશે. એમટીવી નિષેધ અલૉન ટૂગેધની વેબ સીરીઝથી સાનિયા મિર્ઝા એક્ટિંગમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ એક વેબ સીરીઝ છે. કહેવાઇ રહ્યું છે કે આ શૉનો હેતુ ટીબી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, અને સાનિયા મિર્ઝા કાલ્પનિક સીરીઝમાં ખુદ દેખાશે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો નવો અવતાર
સાનિયાએ નિવેદનમાં કહ્યું- ટીબી આપણા દેશમાં સૌથી જુની સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. ટીબીના સામે આવેલા અડધા કેસો તો 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોના છે. બિમારી સામે બચવા અને તેની ધારણામાં જાગૃતતા લાવવી અત્યંત આવશ્યક છે.

સાનિયા મિર્ઝાએ જણાવ્યુ કે એમટીવી નિષેધ અલૉન ટૂગેધર અનોખો અને પ્રભાવી રીતે મેસેજ આપે છે. આજનો યુવાન દેશને નુકશાન પહોંચાડી રહેલી સમસ્યાઓ પ્રત્યે વધુ જાગૃતતા, સંવેદનશીલતા અને સચેતતા જરૂરી છે.

આ સીરીઝ એક યુવા કપલ વિક્કી અને મેઘાના પડકારો વિશે છે, વિક્કીની ભૂમિકા સૈયદ રજાએ અને મેઘાના રૉલ પ્રિયા ચૌહાણે નિભાવ્યો છે. 5 એપિસૉડની આ સીરીઝ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એમટીવી ઇન્ડિયા અને એમટીવી નિષેધના સોશ્યલ મીડિયા હેન્ડલ પર લૉન્ચ થશે.