અમદાવાદ: રેડ બુલ એથ્લીટ શ્રીકાંત કિદાંબીએ બેડમિંટન માસ્ટરક્લાસ સત્રમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોના 75 બેડમિંટન ખેલાડીઓ સાથે ચર્ચાનું આદાનપ્રદાન કર્યું હતું. તેનું લક્ષ્ય યુવા એથ્લીટ્સને વ્યાવસાયિક કારકિર્દી વિકલ્પ તરીકે બેડમિંટન લેવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું. વર્તમાન સમયમાં ખેલાડીઓ સામનો કરી રહ્યા છે તે સમસ્યાઓને કઈ રીતે ઝીલવી તે વિશે તેમને માર્ગદર્શન આપવા માગતો હતો.
આ સત્રમાં શ્રીકાંતે જણાવ્યું હતું કે મેં બેડમિંટન રમવાનું શરૂ કર્યું ત્યારથી સમય બદલાયો છે અને સ્પોર્ટસ સંસ્થાઓ અને બ્રાન્ડ્સ મોટી સંખ્યામાં આવી રહી હોવાથી અને જો કોઈ સખત મહેનતુ ખેલાડીઓને જોતા હોય તો તેમને નિશ્ચિત જ ઉત્તમ સફળતા મળી શકે છે. શ્રીકાંત કહે છે, આ સમયની વાત છે. ભારત વધુ ઓલિમ્પિક મેડલ્સ જીતવાનું શરૂ કરશે અને ખેલાડીઓએ રફ પરફોર્મન્સ પેચીસમાં વિશ્વાસ રાખીને પ્રક્રિયાઓનું પાલન કરવાનું રહેશે.
ભારતના ટોચના બેડમિંટન સ્ટાર કિદાંબી શ્રીકાંતે ગુજરાતના ખેલાડીઓના લીધા ક્લાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 08:38 PM (IST)
આ સત્રમાં શ્રીકાંતે જણાવ્યું હતું કે મેં બેડમિંટન રમવાનું શરૂ કર્યું ત્યારથી સમય બદલાયો છે અને સ્પોર્ટસ સંસ્થાઓ અને બ્રાન્ડ્સ મોટી સંખ્યામાં આવી રહી હોવાથી અને જો કોઈ સખત મહેનતુ ખેલાડીઓને જોતા હોય તો તેમને નિશ્ચિત જ ઉત્તમ સફળતા મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -