નવી દિલ્હીઃ બાસ્કેટબૉલના સ્ટાર ખેલાડી કોબી બ્રાયન્ટનું એક દૂર્ઘટનામાં મોત થઇ ગયુ છે. રવિવારે કેલિફોર્નિયાના કેલાબેસસમાં એક હેલિકૉપ્ટર ક્રેશ થવાની દૂર્ઘટના ઘટી હતી, જેમાં કોબી બ્રાયન્ટનુ પોતાની 13 વર્ષની દીકરી સાથે મોત થયુ હતુ. આ દૂર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા હતા.

કોબી બ્રાયન્ટ બાસ્કેટબૉલની દુનિયાનો સ્ટાર ખેલાડી હતો, હાલ તે રિટાયર્ડ થઇ ગયો છે. મોતની ખબર સાંભળતા જ ફેન્સમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

કઇ રીતે ઘટી દૂર્ઘટના
કહેવાઇ રહ્યું છે કે, હેલિકૉપ્ટર લૉસ એન્જેલિસથી લગભગ 65 કિમી દુર અચાનક ક્રેશ થઇ ગયુ હતુ. હેલિકૉપ્ટરમાં અચાનક જ ઉડતી વખતે જ હવામાં આગ લાગી હતી.

આગ લાગ્યા બાદ હેલિકૉપ્ટર ભટકતુ ભટકતુ નીચે પડ્યુ અને ક્રેશ થઇ ગયુ હતુ. આમાં કોબી બ્રાયન્ટ, તેની 13 વર્ષની દીકરી સહિત 9 લોકોના મોત થઇ ગયા હતા. જોકે, હજુ સુધી એ ખબર નથી પડી કે આગ કયા કારણોસર લાગી.



સ્ટાર ખેલાડી હતો કોબી બ્રાયન્ટ
કોબી બ્રાયન્ટ પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબૉલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રહ્યો, આ દરમિયાન તેને 5 ચેમ્પિયનશીપ પોતાના નામે કરી, 18 વાર તેને ઓલ સ્ટાર જાહેરા કરવામાં આવ્યો હતો. 2016માં તે એનબીએના ત્રીજા સૌથી મોટા ઓલટાઇમ સ્કૉરર તરીકે રિટાયર થયો હતો.