વોશિંગટન: વિમ્બલડન ચેમ્પિયન સિમોના હાલેપ કોરોના વાયરસથી ઝપેટમાં આવી ગઈ છે. સિમોનાએ જણાવ્યું કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ બિમારીના સામાન્ય લક્ષણ છે. રોમાનિયાની 29 વર્ષીય ખેલાડીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પોતાના ઘરમાં તે ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. હાલમાં તબિયત સારી છે.

સિમોના હાલેપે ટ્વીટ કરી હતી કે,  આપ સૌને જણાવવા માંગુ છું કે, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને મને સામાન્ય લક્ષણ છે.



તેમણે કહ્યું કે, હું સારુ અનુભવી રહી છું. આપણે સાથે મળીને તેની સામે લડીશું. વિશ્વ રેન્કિંગમાં બીજા નંબરની હાલેપ 2018માં ફ્રેન્ચ ઓપન અને 2019માં વિમ્બલડન ચેમ્પિયન બની હતી. કોરોના મહામારીના કારણે આ વખતે વિમ્બલડનનું આયોજન કરવામાં આવ્યું નથી. આ મહામારીના ડરના કારણે તેમણે યૂએસ ઓપનમાં ભાગ લીધો નથી.