મુંબઇઃ કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, માન્ચેસ્ટર યૂનાઇટેડ અને બાર્સિલોનાના પૂર્વ સ્ટ્રાઇકર જ્લાટાન ઇબ્રાહિમોવિક કોરોનાથી સંક્રમિત થઇ ગયો છે. જ્લાટાન ઇબ્રાહિમોવિક હવે એસી મિલાન તરફથી રમી રહ્યો છે. તે એવા સમયે કોરોના સંક્રમિત થયો છે, જ્યારે યુરોપ લીગમાં એસી મિલાનનો મુકાબલો નાર્વેજિયનની બોડો ગ્લમ્ટ સાથે થવાનો હતો. જોકે ગુરુવાર રાત્રે મિલાન અને બોડો ગ્લિમ્ટની વચ્ચે શાનદાર મુકાબલો થયો અને મિલાનને 3-2થી જીત મળી હતી.

જ્લાટાન ઇબ્રાહિમોવિક બીજા રાઉન્ડના સ્લેબ ટેસ્ટ બાદ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. આના વિશે જાણકારી આપતા તેને જ્લાટાન ઇબ્રાહિમોવિકે ટ્વીટર પર લખ્યું- હું કાલ કૉવિડ-19 નેગેટિવ હતો, મારામાં લક્ષણો ન હતા, કૉવિડે મને પડકાર આપવાની હિંમત બતાવી છે, ખરાબ વાત છે. આ ટ્વીટ તેને મેચ શરૂ થયાના થોડાક સમય પહેલા જ કર્યુ, તે આ મેચમાં ન હતો રમી શક્યો.



ટીમનો રિપોર્ટ નેગેટિવ
આ પહેલા ડિફેન્ડર લિયો ડુઆર્તે મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો, આ પછી આખી ટીમનો અને સ્ટાફને ફરીથી ટેસ્ટ કરાવવાનુ કહેવામાં આવ્યુ હતુ, એક પૉઝિટીવ રિપોર્ટ ઉપરાંત ટીમના તમામ સભ્યો અને સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પૉઝિટીવ રિપોર્ટ જ્લાટાન ઇબ્રાહિમોવિકનો જ છે.

ખાસ વાત છે કે, રિપોર્ટ પૉઝિટીવ આવતા જ્લાટાન ઇબ્રાહિમોવિક નિરાશ થયો છે, આનુ કારણે એછે કે તે મેચ નથી રમી શક્યો અને આગળ પણ નહીં રમી શકે. પરંતુ તે 5 ઓક્ટોબરે 39 વર્ષનો થઇ જશે. આ દિવસે તેનો જન્મદિવસ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ