જ્યારે જ્યારે પણ બન્ને ટીમો ક્રિકેટમાં આમને સામને આવે છે ત્યારે બહુ તનાવપૂર્ણ અને જોશભર્યો માહોલ પેદા થઇ જાય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનીઓએ એક મજાકભરી એડ બનાવી છે, જેમાં વિંગ કમાન્ડર અભિનંદનને ચાના કપ સાથે ટીમને લગતા કેટલાક પ્રશ્નો પુછવામાં આવે છે જેનો જવાબ અભિનંદન સોરી કહી ના માં આપે છે. જોકે, છેલ્લે કપ લઇને ભાગતા અભિનંદનને પકડીને કપ છીનવી લેવામાં આવે છે. આખી એડ વર્લ્ડકપના સંદર્ભમાં બનાવવામાં આવી છે.
નોંધનીય છે કે, પુલવામાં એટેક બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનની હદમાં જઇને પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યુ હતુ, બાદમાં તે પાક આર્મીના હાથમાં આવી જતાં ત્યાં સવાલ જવાબ કરવામાં આવ્યા હતા.