Para Asian Games 2023: પેરા એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લિટોએ શનિવારે શાનદાર શરૂઆત કરી છે. પુરુષોની 400m T47 ઈવેન્ટમાં દિલીપ મહાડુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 49.28 સેકંડના રન ટાઈમમાં આ મેડલ પોતાના નામે કર્યો હતો. જેની સાથે ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 26 પર પહોંચી છે.
ભારતે જીત્યા 100 મેડલ, પીએમ મોદીએ કર્યું ટ્વિટ
એશિયન પેરા ગેમ્સમાં ભારતે 100 મેડલ જીત્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ! અપ્રતિમ આનંદની ક્ષણ. આ સફળતા આપણા ખેલાડીઓની પ્રતિભા, સખત મહેનત અને નિશ્ચયનું પરિણામ છે. આ અદ્ભુત સીમાચિહ્નરૂપ હૃદયને અપાર ગર્વથી ભરી દે છે. હું આપણા અતુલ્ય એથ્લેટ્સ, કોચ અને તેમની સાથે કામ કરી રહેલા સમગ્ર સપોર્ટ સિસ્ટમ માટે મારી ઊંડી પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ વિજય આપણને બધાને પ્રેરણા આપે છે. તેઓ એક રીમાઇન્ડર તરીકે સેવા આપે છે કે આપણા યુવાનો માટે કંઈપણ અશક્ય નથી.
મેડલ ટેલીમાં ભારત ક્યાં છે
ભારત એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ મામલે છઠ્ઠા નંબર છે. પરંતુ મેડલના મામલે ચીન, જાપાન અને ઈરાન બાદ ચોથા ક્રમે છે. જેના પરથી ભારતીય ખેલાડીઓના શાનદરા પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એશિયન ગેમ્સ 2023માં ભારતે ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ વખત 100 કે તેથી વધુ પદક જીત્યા હતા.