Paris Olympics: પેરિસ ઓલિમ્પિક વિલેજના ડાયરેક્ટર લોરેન્ટ માઇકૉડે જાહેર કર્યું કે 2024 પેરિસ ગેમ્સ માટે તેઓ ઇન્ટીમેસી પરથી પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. ક્વાર્ટર્સમાં રહેતા 14,250 એથ્લેટ્સ માટે 300,000 કોન્ડોમ ઉપલબ્ધ થશે. ઓલિમ્પિક વિલેજના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે, કોવિડ-19 મહામારીના કારણે 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ઇન્ટીમેસી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. લોકોએ અહેવાલ આપ્યો કે એથ્લિટ્સે રોગને ફેલાતો રોકવા માટે એકબીજા સાથેના સંબંધો બાંધવા જોઇએ નહીં. દરમિયાન, સીબીએસ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, ઓલિમ્પિક માટે કોન્ડોમનું વિતરણ એક પરંપરા છે. આયોજકો 1988ના સિયોલ ઓલિમ્પિક્સ બાદથી એચઆઇવી અને એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે કોન્ડોમનું વિતરણ કરે છે.  2020 ગેમ્સ દરમિયાન પણ 150,000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.


પેરિસ ઓલિમ્પિક્સ જૂની પરંપરાને પુનર્જીવિત કરવા માટે તૈયાર છે. ફરી એકવાર ઓલિમ્પિક ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓને હજારો કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. છેલ્લી વખત 2021માં કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ મોડા યોજાયો હતો. દરમિયાન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને ઇન્ટીમેસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ઇન્ટીમેસી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઓલિમ્પિક વિલેજના ડાયરેક્ટરે સ્કાય ન્યૂઝને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ વખતે 14,250 એથ્લેટ્સને 300,000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે.


ઓલિમ્પિકમાં કોન્ડોમનું વિતરણ વર્ષ 1988માં શરૂ થયું હતું. વાસ્તવમાં ઓલિમ્પિક દરમિયાન છત પર વ્યાપક પ્રમાણમાં કોન્ડોમ મળી આવ્યા પછી ઓલિમ્પિક એસોસિએશને આઉટડોર સેક્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી કોન્ડોમ વહેંચવાની શરૂઆત થઇ હતી. આ પહેલ લોકોમાં HIV અને AIDS વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.


કોરોનાને કારણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે


ગત ઓલિમ્પિક દરમિયાન ટોક્યોમાં 150,000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં સત્તાવાળાઓએ કોવિડના કારણે ઇન્ટીમેસી પર નિયંત્રણો લાદ્યા હતા. ખેલાડીઓને ગળે લગાવવા અને હેન્ડશેક જેવા બિનજરૂરી સ્પર્શ ટાળવાની સલાહ આપવામાં આવી હતી.


જોકે, લોકપ્રિય માન્યતા એવી છે કે આ કોન્ડોમ ખેલાડીઓને સેક્સ માટે વહેંચવામાં આવે છે. જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એચઆઇવી અને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે ખેલાડીઓને કોન્ડોમનું વિતરણ કરવામાં આવે છે.


નોંધનીય છે કે 2016માં રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં સાડા ચાર લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ બેઇજિંગ ઓલિમ્પિકમાં પણ 4 લાખથી વધુ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિડનીમાં 2000 ઓલિમ્પિકમાં 70 હજાર કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.