પતંજલિનો દાવો છે કે ભારતમાં રમતગમતનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને તેમાં પતંજલિ આયુર્વેદનું મોટું યોગદાન છે. હવે કંપની ન માત્ર આયુર્વેદિક ઉત્પાદનો બનાવે છે, પરંતુ  રમતગમત ક્ષેત્રમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ભારતીય હોકી ટીમ સાથેની તેમની તાજેતરની ભાગીદારીએ તમામનું ધ્યાન ખેંચ્યું છે. આ ભાગીદારી ખેલાડીઓને નાણાકીય સહાય અને પ્રાકૃતિક ઉત્પાદનો પૂરા પાડે છે, જેનાથી તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. પતંજલિ માને છે કે આયુર્વેદ અને રમતગમતનું મિશ્રણ ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવે છે.

Continues below advertisement

ભારતીય હોકી ટીમને આપી નાણાકીય સહાય - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, "ભારતીય હોકી ટીમને નાણાકીય સહાય પૂરી પાડી છે,  જેથી ટ્રેનિંગ અને ટુર્નામેન્ટમાં કોઈ કચાશ ન રહે. પહેલા,ફંડિંગના અભાવે ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યા દૂર થઈ રહી છે. કંપની ખેલાડીઓને હર્બલ જ્યુસ, પ્રોટીન શેક અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ પૂરા પાડે છે. આ ઉત્પાદનો રસાયણમુક્ત છે, જે ઉર્જા વધારે છે, સ્ટેમિના મજબૂત બનાવે છે અને ઇજાઓમાંથી ઝડપી સ્વસ્થ થવામાં મદદ કરે છે. તાલીમ શિબિરોમાં આયુર્વેદિક ઉપચાર પણ આપવામાં આવે છે, જે તણાવ ઘટાડે છે અને ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓલિમ્પિક અને એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી, આ ભાગીદારી ટીમને વધુ ઊંચાઈઓ પર લઈ જવામાં મદદ કરશે. પતંજલિની આ પહેલથી લાખો ચાહકોમાં દેશભક્તિની ભાવના જાગી છે.

Continues below advertisement

કંપનીએ કુસ્તી ઇવેન્ટ્સને કરી સ્પોન્સર - પતંજલિ

પતંજલિનું કહેવું છે કે, "કંપનીનો રમતગમત સાથે લાંબા સમયથી સંબંધ છે. કંપનીએ કુસ્તી ઇવેન્ટ્સને સ્પોન્સર કરી છે, જે ભારતીય પરંપરાનો એક ભાગ છે.આ સિવાય ઉત્તરાખંડ પ્રીમિયર લીગ (યૂકેવીપીએલ) ની પ્રથમ સીઝન માટે ટાઇટલ સ્પોન્સર પણ બની છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થાનિક ખેલાડીઓ માટે તકો પૂરી પાડે છે અને પતંજલિનો ટેકો તેને વધુ મજબૂત બનાવે છે. કંપનીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોને ટેકો આપ્યો છે, જેનાથી યુવા ખેલાડીઓને વધુ સારા સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. પતંજલિ કહે છે કે આયુર્વેદિક ઉત્પાદનો રમતગમતમાં પ્રાકૃતિક ફિટનેસ  લાવે છે, જે લાંબા ગાળે અસરકારક હોય છે."

ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમત સુવિધાઓનો થઈ રહ્યો છે વિકાસ - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, "આ પ્રતિબદ્ધતાથી  ભારતનું રમતગમત તંત્ર મજબૂત બની રહ્યું છે." ગ્રામીણ વિસ્તારોમાં રમતગમત સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે અને યુવાનોને પ્રેરણા મળી રહી છે. પતંજલિ માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ  ટેકનિકલ સહાય પણ પૂરી પાડે છે. આનાથી રમતવીરોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે, હોકી ટીમ હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે વધુ સારી રીતે તૈયાર છે. કંપનીનું વિઝન છે કે આયુર્વેદ દ્વારા રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને ભારતને રમતગમત મહાસત્તા બનાવવાનું છે.