સચિન તેંડુલકર-વિરાટ કોહલીને પાછળ છોડીને આ 18 વર્ષના ક્રિકેટરે બનાવ્યો રેકોર્ડ
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં તેણે ચાર વિકેટ ગુમાવી 140 રન બનાવ્યા છે. હજુ તેઓ 473 રનથી પાછળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહે પોતાની ઈનિંગમાં 382 બોલનો સામનો કર્યો જેમાં 33 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. ભારતીય ટીમ ગઈકાલના સ્કોર 4 વિકેટે 428 રનથી આગળ રમતા પોતાની પ્રથમ ઈનિંગ 8 વિકેટે 613 રનના સ્કોરે ડિકલેર કરી. શાહે અથર્વ તાયડે (177) સાથે બીજી વિકેટ માટે 263 અને નેહાલ વાઢેરા (64) સાથે પાંચમી વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી.
શાહે આ મેચમાં તન્મય શ્રીવાસ્તવનો રેકોર્ડ તોડ્યો જેણે 2006માં પાકિસ્તાન વિરુદ્ધ પેશાવરમાં 220 રન બનાવ્યા હતા. શાહ અન્ડર-19માં શ્રેષ્ઠ સ્કોર બનાવવા બાબતે માત્ર ઓસ્ટ્રલિયાના ક્લિન્ટન પીકથી પાછળ રહી ગયો જેણે 1995માં ભારત વિરુદ્ધ 304 રનની અણનમ ઈનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ બુધવારે શ્રીલંકામાં 19 વર્ષના પવન શાહે રેકોર્ડ ડબલ સેન્ચૂરી ફટકારી છે. પવન શાહે 282 રનના જોરે ઇન્ડિયા અન્ડર-19 ટીમે 8 વિકેટે 613 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. શ્રીલંકાએ તેના જવાબમાં દિવસ પૂરો થતા ચાર વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા અને હાલમાં ભારતના સ્કોર કરતાં 473 રન પાછળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -