વૉટ્સએપ પર છોકરીઓને ખરાબ મેસેજ કરવાના મામલે બરાબરનો ભરાયો આ વિસ્ફોટક બેટ્સમેન, હવે થશે તપાસ, જાણો વિગતે
abpasmita.in | 29 Jul 2019 10:57 AM (IST)
પીસીબીના એક અધિકારીએ જણાવ્યુ આ ઇમામ-ઉલ-હકનો વ્યક્તિગત મામલો છે, એટલે અમે તેને કારણ બતાવો નૉટિસ નહીં ફટકારીએ, પણ આરોપોની ખરાઇ નક્કી કરવા અમે વચગાળાની તપાસ શરૂ કરી દીધી છે
લાહોરઃ પાકિસ્તાનના યુવા ક્રિકેટર અને વિસ્ફોટક ઓપનર ઇમામ-ઉલ-હકની મુશ્કેલીઓ હવે વધી ગઇ છે. છોકરીએ સાથે ચેટિંગ અને છેતરપિંડી કરવાના મામલે કેરિયર દાવ પર લાગી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે ખાસ પ્રતિક્રિયા આપી છે. પીસીબીએ આરોપોની તપાસ અને રિપોર્ટ કરવાના શરૂ કરી દીધા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, છોકરીઓ સાથે વૉટ્સએપ ચેટિંગના કેટલાય સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા, આ કારણે બેટ્સમેન ઇમામ-ઉલ-હક વિવાદોમાં ફસાયો હતો. હવે આરોપોના વિતેલા છ મહિના દરમિયાન ઇમામ-ઉલ-હકે એક જ સમયમાં સાતથી આઠ છોકરીઓને ડેટ કરી અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. પીસીબીના એક અધિકારીએ જણાવ્યુ આ ઇમામ-ઉલ-હકનો વ્યક્તિગત મામલો છે, એટલે અમે તેને કારણ બતાવો નૉટિસ નહીં ફટકારીએ, પણ આરોપોની ખરાઇ નક્કી કરવા અમે વચગાળાની તપાસ શરૂ કરી દીધી છે.