INDvsNZ: વરસાદ પડ્યો તો માન્ચેસ્ટરની પીચ કોના માટે રહેશે ફાયદાકારક, બૉલરો કે બેટ્સમેનો, જાણો પીચ રિપોર્ટ
abpasmita.in | 09 Jul 2019 11:44 AM (IST)
સોમવારે રાત્રે વરસાદ પડ્યો છે, આવામાં પીચ ભીની થઇ શકે છે. વળી કાલે સવારે પણ વરસાદની સંભાવના વધુ છે. જો પીચ નહીં સુકાય તો મેચ રમાવવી લગભગ અસંભવ બની જશે
નવી દિલ્હીઃ મંગળવારે આજે 9મી જુલાઇએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ મેચમાં ટકરાશે. કેટલાક રિપોર્ટ અનુસાર, વરસાદની સંભાવના વધુ છે. જો વરસાદ પડશે તો પીચ પર સીધી અસર થઇ શકે છે. જાણો શું કહે છે પીચ રિપોર્ટ.... હવામાન રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે વરસાદ પડ્યો છે, આવામાં પીચ ભીની થઇ શકે છે. વળી કાલે સવારે પણ વરસાદની સંભાવના વધુ છે. જો પીચ નહીં સુકાય તો મેચ રમાવવી લગભગ અસંભવ બની જશે. એક્યૂવેધર ડૉટ કૉમ અનુસાર, માન્ચેસ્ટરમાં 9 થી 10 જુલાઇએ વરસાદની પુરેપુરી સંભાવના છે. ભારતીય સમયાનુસાર 2.30 વાગે ટૉસ થયા પછી વરસાદની સંભાવના છે, લગભગ 40 ટકા સુધી પુરેપુરી શક્યતા છે, જ્યારે 3.30 વાગે 51 ટકા સુધી વરસાદની સંભાવના દેખાઇ રહી છે. ખરાબ હવામાનના કારણે અહીં 10-15 કિલીમીટરની ઝડપે પવન ફૂંકાશે. તાપમાન મેક્સિમમ 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આવામાં ફાસ્ટ બૉલરોને ફાયદો મળી શકે છે. આ પીચ ખાસ છે, અહીં જે ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરશે, કેમકે અહીં પહેલા બેટિંગ કરવી યોગ્ય ગણાશે. આ પીચ બેટિંગ પીચ છે. 1999ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ આ મેદાન પર જ પાકિસ્તાન સામે સેમિ ફાઇનલમાં હાર્યુ હતુ. વરસાદની સંભાવનાઓની વચ્ચે અહીંની પીચનો મિઝાજ બદલાઇ શકે છે, વરસાદ થયો અને વાદળ છવાયેલા રહ્યાં છો, ઓલ્ડ ટ્રેફર્ડની પીચ ફાસ્ટ બૉલરો માટે મદદરૂપ સાબિત થશે. બૉલરોને સ્વિંગ અને મૂવમેન્ટ વધુ મળશે. એટલે કે સ્પિનરો માટે મુશ્કેલ બની શકે છે.