મેચમાં સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.
પાંડેને બાદ કરતાં તમામ બેટ્સમેનોની ધીમી રમત
મનીષ પાંડેના બાદ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદના ટોચના તમામ બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે 30 બોલમાં 36 રન, બેયરસ્ટોએ 10 બોલમાં 5 રન, સાહાએ 31 બોલમાં 30 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન
સુનીલ નરેન, શુભમન ગીલ, દિનેશ કાર્તિક, નીતીશ રાણા, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમીંસ, કમલેશ નાગરોટી, વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, શીવમ માવી
સનરાઇઝર્સ હૈદરાબાની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, મોહમ્મદ નબી, રિદ્ધીમાન સાહા, અભિષેક શર્મા, રાશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, ટી.નટરાજન