સીડનીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની હોટલની નજીક એક પ્લેન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. અલબત્ત પ્લેન તૂટી પડ્યું એ સ્થળ હોટલથી 30 કિલોમીચર દૂર હોવાથી ભારતીય ટીમને કોઈ ખતરો નથી.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડનીમાં જે હોટલમાં ક્વોરન્ટાઈન કરાઈ છે ત્યાંથી 30 કિલોમીટર દૂર એક લાઈટ પ્લેન ક્રેશ થયું હતું. વિરાટ કોહલી અને ટીમ અત્યારે સિડની ઓલિમ્પિક પાર્કમાં ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી રહી છે. શનિવારે ત્યાંથી 30 કિલોમીટર દૂર ક્રેમોર પાર્ક ખાતે સ્પોર્ટીંગ ફિલ્ડ પર એક લાઈટ પ્લેન ક્રેશ થયું હતું. મેદાન પર લોકલ ક્રિકેટર્સ અને ફૂટબોલર્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા પણ આ ઘટનામાં કોઈ જાન હાનિ થઇ નથી.

આ અંગે ક્રેમોર ક્રિકેટ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ રોલિંસે કહ્યું કે, પ્લેન તબટી પડતું હતું ત્યારે મેં ચીસો પાડીને બધાને ભાગવાનું કહ્યું હતું. વિમાનના બંને ટ્રેઈનિંગ પાયલોટ ફ્લાઈંગ સ્કૂલ સાથે સંકળાયેલા છે. તેમને ઇજા થઇ છે પરંતુ આ ઈજા ગંભીર નથી. એન્જીનમાં ખામી હોવાથી પ્લેન ક્રેશ થયું હતું.