નવી દિલ્હી: વિજય હજારે ટ્રોફીમાં પૃથ્વી શોએ એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લિસ્ટ એ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સર્વાધિક વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હવે પૃથ્વી શોના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ગ્રીન પોલોકના નામે હતો, જેણે પૂર્વ લંડનમાં બોર્ડર સામે અણનમ 222 રન બનાવ્યા હતા.
પૃથ્વી શોએ પુડુચેરી સામે અણનમ 227 રનની ઇનિંગ રમીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ યાદીમાં ત્રીજા નંબરે વીરેન્દ્ર સેહવાગ છે, જેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ઈન્દોર સામેની વન-ડેમાં 219 રન બનાવ્યા હતા.
ચોથા નંબર પર રોહિત શર્મા છે, જેણે મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે મેચમાં કેપ્ટન તરીકે અણનમ 208 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો હાલમાં વિજય હઝારે ટ્રોફીમાં મુંબઇના કેપ્ટન તરીકે રમી રહ્યો છે.
પુડુચેરી સામે તેણે 227 અણનમ ઇનિંગ્સ રમી સંજુ સેમસનનો રેકોર્ડ તોડી દીધો છે. મુંબઈના કેપ્ટન શોએ 152 બોલમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઇનિંગ્સ રમી હતી.
તેની સાથે જ પૃથ્વી શો વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા સંજૂ સેમસનના નામે આ રેકોર્ડ હતો. સંજૂએ અણનમ 212 રન બનાવ્યા હતા. પૃથ્વી શો પહેલા સેમસન, યશસ્વી જયસવાલ અને કૌશલ ત્રણ એવા બેટ્સમેન છે જેમણે વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી મારી છે.
પૃથ્વી શોએ બેવડી સદી ફટકારીને બનાવ્યો અનોખો રેકોર્ડ, રોહિત શર્મા અને સેહવાગનો આ રેકોર્ડ તોડ્યો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 06:23 PM (IST)
વિજય હજારે ટ્રોફીમાં પૃથ્વી શોએ પુડુચેરી સામે અણનમ 227 રનની ઇનિંગ રમીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
(તસવીર-ઈન્સ્ટાગ્રામ- ઈન્ડિયન ક્રિકેટ ટીમ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -