✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND v WI: પૃથ્વી શૉ વન ડેમાં રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ ? શિખર ધવનનું કપાશે પત્તું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2018 02:57 PM (IST)
1

એશિયા કપમાં રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ધમાલ મચાવી હતી. બંનેની મહત્વપૂર્ણ બેટિંગના કારણે ભારતે સાતમી વખત એશિયા કપ જીત્યો હતો.

2

ટેસ્ટ કરિયરની પ્રથમ શ્રેણીમાં જ મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીતીને તે સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, અશ્વિનની ક્લબમાં સામેલ થયો હતો. આઈપીએલમાં તે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે.

3

પૃથ્વી શૉએ 22 ફર્સ્ટ ક્લાસ મેચમાં 42.33ની સરેરાશથી 938 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 121.53 રહ્યો છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 21 ઓક્ટોબરથી પાંચ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે.

4

સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી માહિતી પ્રમાણે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને કેવી રીતે વારાફરતી આરામ આપવો તે મહત્વનું છે. આમ કરવાથી ખેલાડીઓને સંભવિત ઈજાથી બચાવી શકાય છે. આ કારણે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમીને વારાફરતી ટીમની અંદર-બહાર કરવામાં આવતા રહે છે.

5

શિખર ધવન અને રોહિત શર્માની જોડી ઓપનર્સ તરીકે ભારતની નંબર 1 જોડી છે. સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સિનિયર પ્લેયર્સને ફ્રેશ રાખવા માટે શૉને અજમાવી શકે છે. આ અંગે ગત સપ્તાહે સિલેક્ટર્સ, કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી, રોહિત શર્મા અને અજિંક્ય રહાણેની યોજાયેલી મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

6

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારીને પ્રવેશ કરનારો પૃથ્વી શૉ વન ડે શ્રેણીમાં પણ ઓપનર તરીકે રમતો જોવા મળી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ 2019ના વર્લ્ડકપ પહેલા ઓપનિંગના વિવિધ વિકલ્પો શોધવા માંગે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND v WI: પૃથ્વી શૉ વન ડેમાં રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ ? શિખર ધવનનું કપાશે પત્તું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.