Most Super 10 in Pro Kabaddi League 2021-22: પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8નો પહેલો હાફ લગભગ પુરો થઇ ગયો છે. આ સિઝનમાં રેડર્સે પોતાનુ વર્ચર્સવ બતાવ્યુ છે, તો વળી કેટલાક ડિફેન્ડર્સ એવા પણ છે, જેની પકડથી બહાર નીકળવુ રેડર્સ માટે મુશ્કેલ પણ બની ગયુ છે. જાણો એવા પાંચ રેડર્સ જેને આ સિઝનમાં સૌથી વધુ સુપર 10 લગાવ્યુ છે.
1. મનિન્દર સિંહ-
બંગાળ વૉરિઅર્સના (Bengal Warriors) કેપ્ટન મનિન્દર સિંહ (Maninder Singh) આ સિઝનમાં અત્યાર સુધી 138 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા છે, અને 20 ડૂ ઓર ડાઇ રેડમાં પૉઇન્ટ મેળવ્યા છે. જો સુપર 10ની વાત કરીએ તો મનિન્દર અત્યાર સુધી 9 સુપર 10 પુરા કરી ચૂક્યો છે.
2. પવન સહરાવત-
પવન સહરાવત (Pawan Sehrawat) અને બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)નુ ફોર્મ આ સિઝનમાં જબરદસ્ત છે. પવન 8 સુપર 10 (Super 10) પુરા કરી ચૂક્યો છે.
3. અર્જૂન દેશવાલ-
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)ની આ સિઝનના મુખ્ય રેડર અર્જૂન દેશવાલ (Arjun Deshwal)એ ખાસ ફોર્મ બતાવ્યુ છે. અર્જૂને દેશવાલે સતત 7 સુપર 10 પુરા કર્યા છે. અર્જૂને 11 મેચોમાં 8 સુપર 10 પુરા કર્યા છે.
4. નવીન કુમાર-
નવીન કુમાર (Naveen Kumar) તે ખેલાડી છે, જેને બધાને આકર્ષિત કર્યા છે. આ સિઝનમાં નવીન કુમારે સતતત 7 સુપર 10 પુરા કર્યા છે. તે આ સિઝન 9 મેચોમાં 135 રેડ પૉઇન્ટ પણ હાંસલ કરી ચૂક્યો છે.
5. અભિષેક સિંહ-
યુ મુમ્બા (U Mumba) આ સિઝનમાં ભલે સારુ પ્રદર્શન ના કર્યુ હોય, પરંતુ અભિષેક કમાલ કર્યો છે. અભિષેક અત્યાર સુધી 82 રેડ પૉઇન્ટ હાંસલ કરી ચૂક્યો છે. 10 મેચોમાં અભિષેક સિંહ (Abhishek Singh) એ 4 સુપર 10 પણ પુરા કર્યા છે.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો