Pro 2021: પ્રૉ કબડ્ડી લીગ Season-8ની 15મી મેચમાં આજે તામિલ થલાઇવાજની ટક્કર યૂ મુમ્બા સામે થવાની છે. આમ તો બન્ને ટીમો જબરદસ્ત રીતે એકબીજા પર ભારે પડવા માટે સક્ષમ છે. યૂ મુમ્બાની વાત કરીએ તો ટીમ એક જીત અને એક હાર સાથે પાંચમા નંબર પર છે, જ્યારે તામિલ થલાઇવાજ એક ટાઇ અને એક હાર બાદ 11માં નંબર પર છે. બન્ને ટીમોએ પોતાની મેચમાં હારનો સામનો કર્યો છે. હવે બન્ને ટીમોની કોશિશ આ મેચમાં જીત મેળવીને રિધમ પાછી મેળવવાની રહેશે.
આ ખેલાડીઓ મચાવી શકે છે-
સુરજીત સિંહ- ડિફેન્ડર, તામિલ થલાઇવાજ
અભિષેક સિંહ- રેડર, યૂ મૂમ્બા
મંજિત સિંહ- રેડર, યૂ મુમ્બા
સાગર- ડિફેન્ડર, તામિલ થલાઇવાજ
મોહસિન- ઓલરાઉન્ડર, તામિલ થલાઇવાજ
શિવમ- ઓલરાઉન્ડર, યૂ મુમ્બા
રિન્કૂ- ડિફેન્ડર, યૂ મુમ્બા
આજની મેચમાં આ ખેલાડીઓ તરખાટ મચાવી શકે છે.
પ્રૉ કબડ્ડીના નિયમો-
પ્રૉ કબડ્ડી લીગમાં 20-20 મિનીટના બે હાફ હોય છે. દરેક હાફને મેચ દરમિયાન 5-5 સબસ્ટીટ્યૂટ ખેલાડી પણ હોય છે. તમામ ટીમોને ટાઇમ આઉટની સાથે સાથે પહેલા હાફ બાદ કોર્ટ બદલવાની પણ જોગવાઇ છે. રેફરીના ફેંસલાને ચેલેન્જ કરવા માટે ટીમને મેચમાં એક રિવ્યૂ પણ મળે છે.
-----
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે