PSG vs Saudi All-Star XI: સાઉદી અરબની રાજધાની રિયાધમાં વિશ્વના બે મહાન ખેલાડીઓ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પેરિસ સેન્ટ જર્મેન (PSG)ના લિયોનેલ મેસી સામ સામે છે. ફ્રેન્ચ ક્લબ PSG નો સામનો રિયાધ XI એ કરવો પડ્યો, જે બે સાઉદી અરેબિયન ક્લબો અલ-નાસર અને અલ હિલાલની બનેલી ટીમ છે. આ મેચની શરૂઆતમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. તેણે બંને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા. તેઓ ત્યાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.


 






અમિતાભ બચ્ચને સૌપ્રથમ બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર જુનિયર સાથે અને પછી યુવા ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમબાપ્પે સાથે હાથ મિલાવ્યો. આ બંને પછી લિયોનેલ મેસ્સીનો નંબર હતો. અમિતાભે મેસ્સી સાથે હાથ મિલાવ્યો અને થોડી સેકન્ડો માટે રોકાઈને વાત કરી. એવું લાગી રહ્યું હતું કે તે મેસ્સીને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપી રહ્યા હતા. આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ગયા મહિને ફિફા વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.


જે બાદ અમિતાભ બચ્ચન પીએસજીના અન્ય ખેલાડીઓને પણ મળ્યા હતા. તેમાં મોરોક્કોના અશરફ હકીમી, સ્પેનના સર્જિયો રામોસ અને બ્રાઝિલના માર્ક્વિનોસનો સમાવેશ થાય છે. માર્ક્વિનોસ પીએસજીનો કેપ્ટન છે.


પીએસજીના ખેલાડીઓને મળ્યા બાદ અમિતાભ રિયાધ ઈલેવન તરફ પ્રયાણ કર્યું. તેણે પહેલા કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે હાથ મિલાવ્યો. તેઓ રોનાલ્ડો સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વિશ્વના દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યું.


ભારતે વેલ્સને 4-2થી હરાવ્યુ



FIH Hockey Men’s World Cup 2023 India vs Wales: હૉકી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર કમાલ કર્યો છે, ગુરુવારે (19 જાન્યુઆરી)એ પોતાની ત્રીજી મેચમાં વેલ્સને માત આપી છે, ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી હૉકી મેચમાં ભારતે વેલ્સને 4-2થી સજ્જડ હાર આપી હતી. તેને પૂલ ડીમાં 4-2થી હરાવી દીધુ, આ જીત સાથે જ ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે હવે ક્રૉસ ઓવર મેચ રમશે. ત્યાં તેની ટક્કર 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થવાની છે. 


ટીમ ઇન્ડિયાએ ગૃપ ડીની છેલ્લી મેચમાં વેલ્સને 4-2થી માત આપી દીધી, આ જીત છતાં હવે ભારતીય ટીમ સીધી ક્વાર્ટરમાં નહીં પહોંચી શકે. આગામી 22મી જાન્યુઆરીએ ક્રૉચ ઓવર મેચ કલિંગ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવી પડશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ ડ્રૉ મેચ રમી હતી, આમ છતાં તે ફરીથી જીતના પાટા પર ચઢી ગઇ છે. હૉકી વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને આગળ જવા માટે આગામી પડકારોનો સામનો કરવો પડી શકે છે. હૉકી વર્લ્ડકપ 2023માં આજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ હતી, ભારતીય ટીમની જીતમાં આકાશદીપ સિંહનો મુખ્ય રૉલ રહ્યો, જેને પોતાની ટીમ માટે બે ગૉલ કર્યા, આ ઉપરાંત શમશેર સિંહ અને કેપ્ટન હરમપ્રીત સિંહે એક-એક ગૉલ ફટકાર્યો હતો.