syed modi international in womens single event   : લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે. સિંધુએ 1 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ચીનની ખેલાડી વુ લુઓ યુ સામે સીધા સેટમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ કારકિર્દીમાં ત્રીજી વખત સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.



સિંધુએ બંને સેટમાં ચીનની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી


પીવી સિંધુએ ફાઈનલ મેચના પહેલા સેટથી જ ચીનની ખેલાડી વુ લુઓ યુ પર પોતાનો દબાવ જાળવી રાખ્યો હતો જેમાં તેણે 21-14થી જીત મેળવી હતી. આ પછી બીજા સેટમાં પણ સિંધુએ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું અને તેને 21-16થી જીતી લીધો. સમગ્ર મેચ દરમિયાન સિંધુ સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતી હતી જેમાં તેણે એક વખત પણ ચીની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી. વર્ષ 2024માં સિંધુનું આ પહેલું ટાઈટલ છે, જ્યારે તેણે છેલ્લે વર્ષ 2022માં જુલાઈમાં આયોજિત સિંગાપોર ઓપનમાં ટાઈટલ જીત્યું હતું. 


મહિલા સિંગલ્સમાં ભારતની પીવી સિંધુએ ચીનની વુ લુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી. 2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હારી ગઈ હતી.


આ વર્ષે બીજી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે 


ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ માટે વર્ષ 2024 કંઈ ખાસ ન હતું, જેમાં તે માત્ર બે વખત જ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પણ સિંધુ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને રાઉન્ડ ઓફ 16માં બહાર થઈ ગઈ હતી. આ સિવાય તે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી પરંતુ અહીં તેને ચીનની ખેલાડી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


પીવી સિંધુનું પુરું નામ પુસરલા વેંકટ સિંધુ છે. તેનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં થયો છે. બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય કરિયર 2009થી શરુ થયું, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમણે પ્રથમ મેડલ 2009માં જીત્યું હતુ.


મોહમ્મદ સિરાજને DSP બનવા પર તેલંગાણા સરકાર તરફથી કેટલો મળશે પગાર ? જાણો