વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલરને અકસ્માત નડ્યો હતો. ફાસ્ટ બોલર ઓશાને થોમસની કારનું અકસ્માત થયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. નાની ઉંમરમાં જ સમગ્ર વિશ્વમાં સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડી માટે વેસ્ટ ઈન્ડીઝ પ્લેયર્સ એસોસિયેશને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. હાલ ખેલાડીની સ્થિતિ સ્થિર છે.

વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલર ઓશાને થોમસની કારનો અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. ઓશાનેએ વેસ્ટ ઈન્ડીઝ તરફથી છેલ્લી મેચ જાન્યુઆરી મહિનામાં રમી હતી. 23 વર્ષના બોલર આજ સુધી વેસ્ટ ઈન્ડીઝ તરફથી 20 વન-ડે અને 10 ટી 20 મેચ રમી છે. વેસ્ટ ઈન્ડીઝ પ્લેયર્સ અસોશિયને તેમની જલ્દી સારા થવાની પ્રાર્થના કરી હતી.

વેસ્ટ ઈન્ડીઝ પ્લેયર્સ અસોશિયેશને કહ્યું હતું કે, અમારી સંવેદનાઓ ઓશાને થોમસની સાથે છે. અમે તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છે. ઓશાને રવિવારે રાત્રે કારમાં સવાર થઈને ઘરે જઈ રહ્યો હતો અને હાઈવે પર તેમની કાર બીજી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલમાં તે હોસ્પિટલમાં છે અને સ્થિતિ સ્થિર છે.