રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રેક્ષકોએ પૂજારાનો હુરિયો બોલાવી કહ્યો ચીટર, જાણો શું છે મામલો
રણજી ટ્રોફી 2018-19 સીઝનની સેમીફાઇનલમાં પૂજારા સૌરાષ્ટ્ર તરફથી કર્ણાટક સામે મેદાનમાં ઉતર્યો. પ્રથમ ઈનિંગમાં અભિમન્યુ મિથુનની બોલિંગમાં પૂજારાના બેટને અડીને બોલ વિકેટકિપર પાસે ગયો, પરંતુ એમ્પાયરે નોટ આઉટ આપ્યો. પૂજારા આઉટ હોવા છતાં મેદાન પર ઉભો રહ્યો. જેને લઈ કર્ણાટકના ફેન્સ ઘણા નારાજ થયા. પૂજારા જેવો દિગ્ગજ ખેલાડી ઇમાનદારી દર્શાવીને મેદાન છોડી જશે તેવી ફેન્સને આશા હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ઈનિંગ દરમિયાન પૂજારા જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે કર્ણાટકના ફેન્સે તેનો હુરિયો બોલાવીને તેમનો ગુસ્સા વ્યક્ત કર્યો. ફેન્સના એક ગ્રુપે તેને ચીટર કહીને પણ બોલાવ્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મેચની બીજી ઈનિંગમાં પૂજારા (108 રન અણનમ) અને શેલ્ડન જેક્સન (90 રન અણનમ)ની બેવડી સદીની પાર્ટનરશિપના કારણે સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી ફાઇનલમાં પહોંચવાની નજીક છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહેલી સેમી ફાઇનલમાં કર્ણાટકે આપેલા 279 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સૌરાષ્ટ્રની ટીમે ચોથા દિવસના અંત સુધીમાં 3 વિકેટના નુકસાન પર 224 રન બનાવી લીધા છે. ફાઇનલમાં પહોંચવા સૌરાષ્ટ્રને અંતિમ દિવસે 55 રનની જરૂર છે અને સાત વિકેટ હાથમાં છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાને 2-1થી ઐતિહાસિક જીત અપાવવાનો શ્રેય સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને આપવામાં આવ્યો હતો. સીરિઝમાં તેણે ત્રણ સદી ફટકારી હતી, જે માટે તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો. ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયાને હજુ માંડ 20 દિવસ જ થયા છે ત્યાં ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં પૂજારાએ ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. ફેન્સે તેને ચીટર પણ કહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -