Team India: બીસીસીઆઇ (BCCI) એ રોહિત શર્મા (Rohit Sharma)ને ટીમ ઇન્ડિયાનો નવો વનડે કેપ્ટન બનાવવાનો પેંસલો કર્યો છે. થોડાક દિવસો પહેલા કોહલીના કેપ્ટનપદ છોડ્યા બાદ રોહિતને ટી20ની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. હવે લિમીટેડ ઓવરોમાં ભારતની આગેવાની રોહિત કરશે. જોકે, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે. 


દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બીસીસીઆઇએ ટીમની જાહેરાત કરી અને કેપ્ટનશીપને લઇને પણ મોટો ફેંસલો લીધો. આ ફેંસલા બાદ પૂર્વ હેડ કૉચ રવિ શાસ્ત્રીનુ મોટુ નિવેદના સામે આવ્યુ છે.


શું બોલ્યા રવિ શાસ્ત્રી ? 
વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવીને રોહિત શર્માને વનડે ટીમની કમાન સોંપવા પર પૂર્વ કૉચ રવિ શાસ્ત્રીએ બીસીસીઆઇના ફેંસલાનું સમર્થન કર્યુ છે. તેમને એક ઇન્ટરવ્યૂમાં રોહિત અને કોહલી બન્નેની પ્રસંશા કરી. રવિ શાસ્ત્રીએ કહ્યું બન્ને ખેલાડી મહાન છે. બીસીસીઆઇનુ કેપ્ટન બદલવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. તેમને કહ્યું કે, રોહિત શર્મા તે જ કરે છે જે ટીમ માટે બેસ્ટ હોય છે. રોહિત શર્માને ટીમના દરેક ખેલાડીનો પુરેપુરો ફાયદો ઉઠાવે છે અને તેની આ ક્વૉલિટી ભારત માટે ખુબ ફાયદાકારક રહેવાની છે. રવિ શાસ્ત્રીએ રોહિતને એક સારો અને ઉમદા પ્રકારનો કેપ્ટન ગણાવ્યો છે. 


કેપ્ટનપદેથી હટી જવા કોહલીને અપાયેલું 48 કલાકનું અલ્ટિમેટમ, કોહલી 2023 સુધી ખસવા તૈયાર નહોતો, કોણે ફોન કરીને કહ્યુ, યુ આર આઉટ.....
મુંબઇઃ બીસીસીઆઇએ વન-ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીને હટાવીને રોહિત શર્માને બનાવ્યો હતો. આ સાથે રોહિત શર્મા હવે વન-ડે અને ટી-20 ટીમનો કેપ્ટન રહેશે. જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન યથાવત રહેશે.  એક રિપોર્ટ અનુસાર વિરાટ ODI ટીમની કેપ્ટનશીપ છોડવા માંગતો નહોતો. તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ BCCIની યોજના અલગ હતી. અહેવાલો અનુસાર, BCCIએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી નહોતી.


નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. પીટીઆઇએ  પોતાના રિપોર્ટમા કહ્યું હતું કે કોહલીએ અગાઉ ટી-20માંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. એવામાં બીસીસીઆઇએ તેને વન-ડેની કેપ્ટનશીપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. બીસીસીઆઇ સિલેક્શન કમિટીના વડાએ આ માટે કોહલીના રિસ્પોન્સની રાહ જોઇ હતી  પરંતુ  કોહલી તરફથી કોઇ જવાબ ના આવતા સિલેક્શન કમિટીએ નિર્ણય લીધો હતો અને રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવી દીધો હતો.


બોર્ડે આ નિર્ણય 2023માં યોજાનારા વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને લીધો છે. જોકે, આ મામલે હજુ સુધી વિરાટ કોહલીનું નિવેદન આવ્યું નથી. રિપોર્ટ અનુસાર કોહલી 2023  વર્લ્ડકપ સુધી કેપ્ટન રહેવા માંગતો હતો પરંતુ સિલેક્શન કમિટી તેને વધુ તક આપવા રાજી નહોતી.


વિરાટ કોહલી પાંચ વર્ષથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો એવામાં સિલેક્શન કમિટી તેને સન્માનજક વિદાય આપવા માંગતી હતી. તેને તક પણ આપવામાં આવી પરંતુ તેણે કોઇ નિર્ણય ના લેતા સમિતિએ નિર્ણય લઇ વિરાટને હટાવી રોહિતને કેપ્ટન બનાવી દીધો હતો.