વિન્ડીઝ ટીમ સામે જીતના આશિર્વાદ લેવા ભારતીય ટીમ ક્યા પ્રખ્યાત મંદિરમાં પહોંચી? કોણે કોણે પહેરી સફેદ ધોતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2018 10:03 AM (IST)
1
તિરુવનંતપુરમઃ વનડે સીરીઝના પાંચમી અને છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાવવાની છે. આ મેચ ખાસ છે કેમકે આ મેચમાં સીરીઝ વિજેતોનો નિર્ણય થવાનો છે.
2
3
ઉલ્લેખનીય છે કે, પદ્માનાભ સ્વામી મંદિર ભારતના મુખ્ય વૈષ્ણવ મંદિરોમાં સામેલ છે. આને 16મી સદીમાં બનાવવામાં આવ્યુ હતું. માન્યતા છે કે સૌથી પહેલા આ સ્થાનેથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી હતી.
4
બુધવાર ટીમ ઇન્ડિયા સારી એવી નેટ પ્રેક્ટિસ કરી. આની સાથે ટીમ ઇન્ડિયા તિરુવનંતપુરમના પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
5
ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન, ફાસ્ટ બૉલર ઉમેશ યાદવ અને કોચ રવિ શાસ્ત્રી ભગવાન વિષ્ણુના આ પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ ત્રણેય આ દરમિયાન સફેદ ધોતી પહેરી હતી, જે આ મંદિરમાં દર્શન કરવાવાળા વ્યક્તિઓને પહેરવાની હોય છે.