✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકને રનઆઉટ કરાવવા બદલ જાડેજા સામે આક્રોશ પણ નિશાન બન્યાં રીવાબા, લોકોએ કરી કેવી અભદ્ર કોમેન્ટ્સ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2017 10:53 AM (IST)
હાર્દિકને રનઆઉટ કરાવવા બદલ જાડેજા સામે આક્રોશ પણ નિશાન બન્યાં રીવાબા, લોકોએ કરી કેવી અભદ્ર કોમેન્ટ્સ ? જાણો વિગત
1

રીવાબાએ એ વાતની પણ યાદ અપાવી છે કે, ચેમ્પિયન ટ્રોફી દરમિયાન તે એક દીકરીનો પિતા બન્યો છતાં કિક્રેટ પ્રત્યેના સમર્પણને કારણે પૂરી નિષ્ઠાથી ટીમ સાથે રમ્યો હતો. ટીમને વિકેટની જરૂર હોય ત્યારે તેણે એ કરી બતાવ્યું છે પરંતુ એકમાત્ર ભૂલથી ક્રિકેટ ચાહકો બધુ ભૂલી ગયા તેવું લખ્યું છે.

2

રીવાબાએ રોષે ભરાયેલા ક્રિકેટ ચાહકોને શાંત કરવા રવિન્દ્રે ભૂતકાળમાં જે સિદ્ધિઓ મેળવી હતી અને બોલરમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું તેની યાદ અપાવી હતી. રીવાબાએ જોશમાં દેખાતા રવિન્દ્ર જાડેજાની એક તસવીર પર લખ્યું છે ભારતીય ટીમનો એક મહત્વનો સૌથી સારો ફિલ્ડર. તેણે ગઈ રાત્રે જ એક જોરદાર કેચ પકડ્યો હતો.

3

કેટલાક ક્રિકેટ ચાહકોએ કરેલા અભદ્ર ભાષાના ઉપયોગ સામે રીવાબાએ રવિન્દ્ર જાડેજાએ ભૂતકાળમાં મેળવેલી સિદ્ધિઓ વર્ણવી છે. તેમમે ભૂલ તો કોઇનાથી પણ થઇ શકે છે તેમ જણાવીને રોષ વ્યક્ત કરનારાઓને સમજાવવાની કોશિશ કરી હતી. રવિન્દ્ર ભૂતકાળમાં નંબર 1 બોલર હોવાની પણ રીવાબાએ યાદ અપાવી છે.

4

તોફાની બેટિંગ કરી રહેલાં હાર્દિક પંડ્યા રનઆઉટ થતાં કરોડો ક્રિકેટ ચાહકોએ રવિન્દ્ર જાડેજાને દોષિત ગણીને તેના પર ભયંકર રોષ ઠાલવ્યો હતો. કેટલાક ક્રિકેટ ચાહકોએ તો રવિન્દ્રની સરખામણી કટપ્પા સાથે કરી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડ્યાની પીઠમાં ખંજર ભોંક્યું હોવાનાં ચિત્રો વાયરલ કરાયાં છે.

5

રવિવાર મોડી રાતથી જ રીવાબાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અનેક લોકોએ પોસ્ટ મોકલી રવિન્દ્ર જાડેજા વિરૂધ્ધ બેફામ લખાણો લખ્યાં છે અને તમામ મર્યાદા ઓળંગીને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ ક્રિકેટ ચાહકોએ કર્યો છે. જો કે રીવાબાએ તેમનું ગૌરવ જાળવીને ક્રિકેટ ચાહકોને શાંત પાડવાની તેમનાથી બનતી તમામ કોશિશ કરી છે.

6

અમદાવાદઃ ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું તેના કારમે ક્રિકેટ ચાહકોમાં આક્રોશ છે. ક્રિકેટ ચાહકો રવિન્દ્ર જાડેજાએ હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવ્યો તેની ટીકા કરી રહ્યા છે પણ કમનસીબી એ છે કે રવિન્દ્ર જાડેજાના બદલે લોકો તેમનાં પત્નિ રીવાબાને નિશાન બનાવી રહ્યાં છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • હાર્દિકને રનઆઉટ કરાવવા બદલ જાડેજા સામે આક્રોશ પણ નિશાન બન્યાં રીવાબા, લોકોએ કરી કેવી અભદ્ર કોમેન્ટ્સ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.