નવી દિલ્હીઃ આઇપીએલ 2021માં (IPL 2021) આજે 22મી મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore) વચ્ચે રમાશે. સાંજે 7:30 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium-Ahmedabad) આ મેચ રમાશે. ખાસ વાત છે કે આ વર્ષે બન્ને ટીમોએ સારી શરૂઆત કરી છે અને આજની મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) નંબર વનનુ સ્થાન હાંસલ કરવા મેદાનમાં ઉતરશે. બેંગ્લૉર (RCB) પોતાની છેલ્લી મેચ ચેન્નાઇ સામે હારી ચૂક્યુ છે, જ્યારે દિલ્હી (DC) હૈદરાબાદ સામે સુપર ઓવરમાં જીત મેળવીને આવ્યુ છે. 


એકબાજુ સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે તો બીજી બાજુ યુવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) છે. યુવા કેપ્ટન પંતની આગેવાનીમાં દિલ્હીની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. દિલ્હીની ટીમમાં ઓપનર શિખર ધવન અને પૃથ્વી શૉથી માંડીને દરેક ખેલાડી શાનદાર રમત રમી રહ્યાં છે. મધ્યક્રમમાં પંત, સ્ટીવ સ્મિથ, શિમરૉન હેટમાયર અને માર્કસ સ્ટૉઇનીસ છે. તો વળી બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં કગિસો રબાડા અને આવેશ ખાન કેર વર્તાવી રહ્યાં છે, ખાસ વાત છે કે ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ જોડાઇ ચૂક્યો છે, જોકે અશ્વિનની ખોટ પડશે કેમકે તે આઇપીએલમાંથી હટી ગયો છે.


ઓપનર પર રહેશે આરસીબીનો આધાર....
આરસીબીની વાત કરીએ તો ગઇ મેચ છોડીને તમામ મેચમાં કોહલીની ટીમે સારુ પ્રદર્શન કર્યુ છે. ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ શાનદાર ફોર્મમાં છે. પડિકલ આ ટૂર્નામેન્ટમાં એક સદી પણ ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત મધ્યક્રમમાં મેક્સવેલ, ડિવિલિયર્સ છે. આરસીબીના ફાસ્ટ બૉલિંગ આક્રમણમાં કાઇલી જેમીસન અને મોહમ્મદ સિરાજ છે, જ્યારે સ્પીન વિભાગ યુજવેન્દ્ર ચહલ અને વૉશિંગટન સુંદરના હાથમાં છે. 


પિચ રિપોર્ટ....
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાયેલી મેચમાં બેટિંગ એટલી આસાન ન હતી દેખાઇ. ધીમી પીચ પર સ્પીનરો વિરુદ્ધ રન બનાવવા આસાન નહીં રહે, સાથે ફાસ્ટ બૉલરોને પણ આ પીચ સારી મદદ કરી શકે છે. રાત્રે મેચમાં ફરી એકવાર ભેજનુ પ્રમાણ રહેશે જે અસર કરી શકે છે. ટૉસ જીતનારી ટીમ લક્ષ્યનો પીછો કરવાનુ પસંદ કરી શકે છે. 


મેચ પ્રિડિક્શન.....
અમારુ મેચ પ્રિડિક્શન મીટર બતાવે છે કે આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. દિલ્હીની સ્પીન બૉલિંગ મજબૂત છે, આવામાં આરસીબી સામે તેમનુ પલડુ ભારે છે. જોકે બેટિંગ બન્ને ટીમોની તાકાત છે, જે સારુ રમશે તે બાજી મારી શકે છે. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન), શિમરૉન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, અક્ષર પટેલ, કગિસો રબાડા, લલિત યાદવ, આવેશ ખાન, અમિત મિશ્રા. 


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિકલ, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગટન સુંદર. કાઇલી જેમીસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ.