નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલો 237 રનનો લક્ષ્યાંક ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં ધોની અને કેદાર જાધવનું મુખ્ય યોગદાન હતું. બંનેએ પાંચમી વિકેટ માટે અણનમ 141 રનની ભાગીદારી કરી હતી. ધોની 59 રન અને કેદાર જાધવ 81 રને અણનમ રહ્યા હતા. જાધવે કરિયરની પાંચમી અડધી સદી પણ પૂરી કરી હતી. ધોનીએ 71મી અડધી સદી ફટકારી હતી.



આ દરમિયાન ધોનીએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ધોનીએ આજની 59 રનની નોટઆઉટ ઈનિંગ દરમિયાન છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. એક સિક્સના કારણે ધોની વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી બની ગયો છે. ધોનીએ આજની ઈનિંગમાં સિક્સ મારવાની સાથે જ 216 સિક્સ સાથે પ્રથમ નંબરે પહોંચી ગયો છે.


રોહિત શર્મા 215 સિક્સ સાથે બીજા, ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર 195 સિક્સ સાથે ત્રીજા, સૌરવ ગાંગુલી 189 સિક્સ સાથે ચોથા, 153 સિક્સ સાથે યુવરાજ સિંહ પાંચમા નંબર પર છે.

વાંચોઃ INDvAUS: ભારતનો 6 વિકેટથી વિજય, કેદાર જાધવના અણનમ 81 રન, ટીમ ઈન્ડિયા 1-0થી આગળ