કોહલી કરતા વધારે રન બનાવશે ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 2-1થી સીરીઝ જીતશે, જાણો કોણે આપ્યું નિવેદન ?
આપને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ પહેલાં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ અભ્યાસ મેચના ત્રીજા દિવસે બેટ્સમેન પૃથ્વી શો ઘાયલ થઇ ગયો છે. બીસીસીઆઈ એ ટ્વીટ કરી જણાવ્યું કે તેઓ પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ ટેસ્ટ કેપ્ટન પોન્ટિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ક્વીંસલેન્ડનો આ ખેલાડી માત્ર ભારત વિરૂદ્ધ રન જ બનાવશે નહીં પરંતુ પ્લેયર ઓફ ધ સીરીઝ પણ રહેશે. તે પોતાની રમતમાં ટોચ પર ચાલી રહ્યો છે અને ઑસ્ટ્રેલિયામાં તેના રેકોર્ડ શાનદાર છે.
વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાની ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે તુલના કરી છે. પોન્ટિંગે કહ્યું, ટેસ્ટ સીરીઝમાં કોહલીના મુકાબલામાં ખ્વાજા વધારે રન બનાવશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ટીમ 2-1થી સીરીઝમાં પણ જીત મેળવશે. પોન્ટિંગે કહ્યું કે ઉસ્માન ખ્વાજા રન બનાવાના મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -