Ind Vs Sa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં એકમાત્ર ખેલાડી ઋષભ પંતે કેપટાઉનની પીચ પર તરખાટ મચાવ્યો છે. ઋષભ પંતે ભારતીય ટીમની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાની લાજ રાખી હતી. પંતને સિવાય કોઇપણ બેટ્સમેન મોટો સ્કૉર ન હતો કરી શક્યો. સોશ્યલ મીડિયા ટ્વીટર પર ભારતીય યૂઝર્સ દ્વારા ઋષભ પંતની બેટિંગનો જબરદસ્ત વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઋષભ પંત આફ્રિકન બૉલરોને ચારેય બાજુ છગ્ગા-ચોગ્ગા ફટકારતો દેખાઇ રહ્યો છે, જુઓ વીડિયો..........


ઋષભ પંતં કેપટાઉન ટેસ્ટમાં અણનમ ઇનિંગ સાથે 139 બૉલમાં 100 રનની રમત રમી હતી. આ દરમિયાન પંતે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જુઓ....




આઇસીસીએ પણ કરી ઋષભ પંતની પ્રસંશા-
આઇસીસીએ કેપટાઇન ટેસ્ટને લઇને એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં ઋષભ પંતની પ્રસંશા કરવામાં આવી છે પરંતુ સાથે સાથે ભારતીય બેટ્સમેનોની મજાક પણ ઉડાવવામાં આવી છે. 


આઇસીસીએ પોતાની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ત્રીજા દિવસની રમત બાદ એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. આઇસીસીએ લખ્યું- ભારતીય બેટર્સ આરામમાં છે- 70 રન. ઋષભ પંત -100* રન, આ શું છે...


આઇસીસીએ આ ટ્વીટ સાથે ભારતીય બેટિંગ લાઇનની મજાક ઉડાવી છે. આઇસીસીએ કહ્યું - ભારતીય બેટર્સ અત્યારે આરામમાં છે, એટલે કે માત્ર 70 રન જ બનાવી શક્યા છે, જ્યારે ઋષભ પંતે એકલા હાથે 100 રન બનાવ્યા છે. આઇસીસીનો કટાક્ષ ભારતીય ટીમના ટૉટલ સ્કૉર પર છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 198 રન જ બનાવી શકી છે. જેમાં 100 રન ઋષભ પંતના છે, 28 રન એક્સ્ટ્રા છે, અને ભારતીય બેટ્સમેનો માત્ર 70 રન જ બનાવી શક્યા છે. 


પંત ધોનીથી નીકળ્યો આગળ-
ખરા સમયે ઋષભ પંતે સદી ફટકારીને પૂર્વ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો અને સેના દેશોમાં નંબર વન ભારતીય વિકેટકીપર બની ગયો છે. જાણો કઇ રીતે ધોનીને પાછળ પાડીને બની ગયો નંબર વન..................


સાઉથ આફ્રિકામાં કોઇપણ ભારતીય વિકેટકીપરનો સર્વાધિક સ્કૉર- 
ઋષભ પંત- 100* રન
એમએસધોની- 90 રન
દીપ દાસગુપ્તા- 63 રન


SENA દેશોમાં કોઇપણ ભારતીય વિકેટકીપરનો સર્વાધિક સ્કૉર- 
સાઉથ આફ્રિકા – ઋષભ પંત 100 રન
ઇંગ્લેન્ડ –  ઋષભ પંત 114 રન
ન્યૂઝીલેન્ડ – સૈયદ કિરમાણી 78 રન
ઓસ્ટ્રેલિયા – ઋષભ પંત 159 રન