નવી દિલ્હીઃ રિષભ પંતે ભલે બેટ્સમેન તરીકે ફોર્મમાં વાપસી કરી હોય પરંતુ વીકેટકીપર તરીકે અત્યાર સુધી તેનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ત્રીજી મેચમાં પંતે હડ કરી દીધી હતી. પંતે કટકમાં એક પચી એક ત્રણ કેચ છોડ્યા હતા. પંતે ત્રણ કેચ સ્પિનર્સની બોલિંગમાં છોડ્યા હતા. જાડેજાએ સતત બે બોલ પર પંતે બે કેચ છોડ્યા અને એક કેચ તેમણે કુલદીપ યાદવના બોલ પર છોડ્યો હતો.

પહેલો કેચ પંતે 16મી ઓવરમાં જ છોડયો હતો. જે બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ હેટમાયરનાં બે કેચ પણ તેણે છોડી દીધા હતા. બીજી બાજુ પંત જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે 7 રનના સ્કોર પર જ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના આઉટ થતાં જ વિરાટ કોહલીએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. પંતના આ ખરાબ ફોર્મથી ફેન્સ પણ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર તેનો ઉધડો લઈ લીધો હોતો. ફેન્સ ધોનીને યાદ કરી રહ્યા હતા.












વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ અને બોલિંગ ભલે શાનદાર રહી હોય પણ ફિલ્ડીંગ ખુબ જ નિરાશાજનક રહી હતી. ખેલાડીઓએ એકદમ સરળ કેચ છોડ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે ટી20 અને વન ડે સીરિઝમાં ભારતીય ટીમે અત્યાર સુધી 18 કેચ છોડી દીધા છે.