માંજરેકરે પોતાના ટ્વિટમાં કહ્યું કે, “પંત આજનાં સમયનો સહેવાગ છે. આ બેટ્સમેન સાથે અલગ વ્યવહાર થવો જોઇએ. તે જેવો છે તેને તેવો જ રહેવા દેવો જોઇએ. તમે તેને ટીમમાં પસંદ કરો કે ના કરો, તેની રમતમાં બદલાવ લાવવાનો પ્રયત્ન ના કરો.’
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી. તે મેન ઑફ ધ મેચ બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની બાદ ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે મજબૂત દાવેદાર મનાઈ રહેલા ઋષભ પંતે આ આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી કુલ 15 મેચમાં 450 રન બનાવ્યા છે.