નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2014) સિઝન 14ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટીમ ત્રણ વારની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સને (Chennai Super Kings) 7 વિકેટથી હરાવવા સફળ રહી. કેપ્ટન તરીકે ઋષભ પંતે (Rishabh Pant) પોતાની પહેલી મેચમાં આઇપીએલના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Dhoni) પછાડી દીધો. મેચ બાદ ઋષભ પંતે કહ્યું કે, તેને જીત સાથે શરૂઆત કરવાનુ ખુબ સારુ લાગ્યુ.
ઋષભ પંતે ટૉસ અને મેચ દરમિયાન પોતાના પર રહેલા પ્રેશર અંગે વાત કરી.....
ઋષભ પંતે મેચ દરમિયાન ખુદ પર પ્રેશર હોવાની વાત સ્વીકારી. દિલ્હી કેપિટલ્સના (DC) કેપ્ટને કહ્યું- અંતમાં મેચ જીતવાનુ ખુબ સારુ લાગ છે, પરંતુ મીડિલ ઓવરો દરમિયાન પ્રેશરમાં હતો, પરંતુ આવેશ અને ટૉમે સારી બૉલિંગ કરી અને ચેન્નાઇને 188 રન પર જ રોકી દીધુ.
ઋષભ પંતે કહ્યું ધોનીની સાથે ટૉસ માટે મેદાનમાં પહોંચવુ મારા માટે એકદમ સ્પેશ્યલ છે. પંતે કહ્યું - ધોનીની સાથે ટૉસ કરવો એકદમ ખાસ હતુ, ધોની મારા માટે સ્પેશ્યલ છે, હું ધોનીને જોઇને જ આગળ વધવાનુ શીખ્યો છું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સે આ સિઝન 14મી માટે ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન રેગ્યુલર કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે આ સિઝનમાંથી બહાર છે, જેના કારણે ઋષભ પંતને કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. જોકે, ઋષભ પંત પહેલી જ મેચમાં તેના ગુરુ ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને જ માતા આપીને એક નવી શરૂઆત કરી દીધી છે.
મેચ હાઇલાઇટ્સ....
પોતાની પહેલી (દિલ્હી કેપિટલ્સના) કેપ્ટન તરીકેની મેચ રમી રહેલા ઋષભ પંતે ટૉસ જીતીને ધોનીની ટીમ સીએસકેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે 20 ઓવર રમી 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે જબરદસ્ત શરૂઆત કરતા પૃથ્વી શૉ અને શિખર ધવને મજબૂત પાંયો નાંખ્યો અને અંતે દિલ્હી કેપિટલ્સની ટીમ 3 વિકેટના નુકશાને 18.4 ઓવરમાં 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, ઋષભ પંતે કેપ્ટન તરીકે પોતાની ગુરુ મહેન્દ્ર સિંહ ધોની સામે જ પોતાની કેપ્ટનશીપની પ્રથમ મેચ જીતીને જોરદાર શરૂઆત કરી હતી.